Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

''ઓખી'' વાવાઝોડું પોરબંદરથી ૬૦૦ કીમી દુરઃ ૨૨૩ બોટ હજુ દરિયામાં

બંદર કાંઠે બીજા દિવસે ર નંબરનું સિગ્નલ યથાવતઃ ૨૫૧૦ બોટ હેમખેમ પરતઃ સવારે છાંટા અને ઠંડો પવન

 પોરબંદર તા.૫: સૌરાષ્ટ્ર તરફ આવી રહેલ 'ઓખી' વાવાઝોડુ પોરબંદર દરિયાકાંઠાથી આજે સવારે ૬૦૦ કીમી દુર રહેલ છે. પોરબંદરની ૨૨૩ ફિશીંગ બોટ હજુ પરત ફરવાની બાકી છે આ તમામ બોટ નજીકના કિનારે સલામતી માટે ચાલી ગયાની સંભવના છે.

પોરબંદરકાંઠે બોટોના ખડકલા થયેલ છે. અત્યાર સુધીમાં ૨૫૧૦ ફિશીંગ બોટ હેનખેમ પરત આવી ગઇ છે.

ચોપાટીકાંઠે દોઢથી ૩ મીટર મોજા ઉછળી રહેલ છે.

ગાંધીનગર ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પોરબંદર કાંઠા વિસ્તારમાં દેખરેખ માટે ખાસ અધિકારી તરીકે કે.ડી.પટેલની નિમણુક કરવામાં આવી છે તેની હાજરીમાં સવારે કલેન્ટર કવેરીએ વાવાઝોડા સામે તકેદારી અંગે મીટીંગ યોજાઇ હતી. મીટીંગમાં કલેકટર સહિત અન્ય અધિકારીઓ હાજર રહેલ.

બરડાડુંગર વિસ્તારમાં સવારે ઠંડો પવન અને છાંટા રહેલ છે ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૦,૭ સે.ગ્રે લઘુતમ ઉષ્ણાતામાન ૨૧,૯ સે.ગ્રે. ભેજ ૬૪ ટકા, પવનની ગતિ ૧૦ કીમી હવાનું દબાણ ૧૦૧૧,૦૨ એચ.પી.એ. સર્યોદય ૭,૧૫ તથા સુર્યાસ્ત ૬,૦૮ મીનીટ.

 

(11:29 am IST)