Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

શાળા - કોલેજો સિવાય બીજુ બધુ બંધ

આજથી બ્રિટનમાં કડક નિયમો સાથેનું લોકડાઉન લાગુ : બે ડિસેમ્બર સુધી રહેશે

લંડન તા. ૫ : વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે બીજી તરફ યુરોપન દેશોમાં પણ વાયરસ વધી રહ્યો છે. જયારે બીજી તરફ ઈંગ્લેડમાં કોરોના વાઈરસના સતત વધતા કેસોને લઈ આજથી એક મહિનાનું લોકડાઉન-૨ લાગૂ. લોકડાઉન-૨ માટે ઈંગ્લેન્ડમાં બીનજરૂરી દુકાનો, રેસ્ટોરન્ટ, પબ તેમજ હોટલ બંધ રહેશે. આ સિવાય પ્રવાસ પર પણ પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો છે.  આ લોકડાઉન-૨ બીજી ડિસેમ્બર સુધી લાગૂ રહેશે. જો કે આ લોકડાઉનમાં સ્કૂલો અને યુનિવર્સિટીઓને ચાલુ રહેવાની મંજૂરી આપવામાં આવશે. બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જહોનશને પહેલી નવેમ્બરે લોકડાઉન-૨ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. આ અગાઉ ઈંગ્લેન્ડમાં માર્ચમાં પ્રથમવાર લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.

 

ઉલ્લેખનીય છે કે જીવલેણ કોરોનાના કેરને લીધે હોસ્પિટલોમાં વધારાનું ભારણ વધવા લાગ્યું હોવાથી બોરિસ જહોનસને લોકડાઉનની જાહેરાત કરવી પડી. જો કે આ લોકડાઉન-૨ ચાર અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે. ક્રિસમસ પહેલા જ લોકડાઉન-૨ સમાપ્ત થઈ જશે જેથી લોકો શાંતિથી પરિવાર સાથે ઉત્સવ માણી શકશે.

(11:01 am IST)