Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

હરિયાણામાં મોટી દુર્ઘટના : ટ્રક બન્યો કાળઃ અનેક વાહનોને લીધા અડફેટે : ૧૨નાં મોત

સોનીપત તા. ૫ : હરિયાણાના સોનીપતમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. એહી એક ટ્રકે કેટલીએ ગાડીઓને અડફેટે લીધા, જેમાં ૧૨ લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજયા છે, જયારે ૧૬ લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હરિયાણાના સોનીપતમાં એક ટ્રક ચાલક ફૂલ સ્પીડમાં ટ્રક ચલાવી રહ્યો હતો, તે સમયે તેની ઝપેટમાં અચાનક બાઈક આવી ગયા બાદ, તે સ્ટેરિંગ પર કાબુ ગુમાવી ચુકયો અને અન્ય ગાડીઓને પણ અડફેટે લીધી જેમાં ૧૩ લોકોના કરૂણ મોત નિપજયા, જયારે ૧૬થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્યમાં તમામ લોકો જોડાઈ ગયા છે. આ ઘટના સોનીપતના ગોહાનાના મુંડલાના ગામ પાસે બની છે. હાલમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગોહાના પાનીપત હાઈવે પર એક ટ્રક, એક કાર અને બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. તાજા રિપોટ્ર્ અનુસાર, ટ્રક ફૂલ સ્પીડમાં ખોટી દીશામાં જઈ રહી હતી. તે સમયે સામે આવતી ગાડીઓ સાથે ટ્રકની ટક્કર થઈ, જેમાં એક બાઈક બતાવવામાં આવી રહી છે. આ ઘટનામાં ૧૨ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે અને ૧૬થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ મામલે વધુ જાણકારીની રાહ જોવામાં આવી રહી છે. હાલમાં ઘટના સ્થ પર પોલીસ અને અન્ય અધિકારીઓ પહોંચી ગયા છે. ઈજાગ્રસ્ત લોકોને ખાનપુર પીજીઆઈ પહોંચાડવામાં આવી રહ્યા છે. ઘટના સ્થળ પર વાહનોમાં ફસાયેલા મૃતદેહોને નિકાળી તેમની ઓળખ કરવાની પણ કોશિસ કરવામાં આવી રહી છે.(૨૧.૮)

 

(11:34 am IST)