Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

કેરળમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો : દેશમાં નવા 19.031 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 24.207 દર્દીઓ રિકવર થયા : વધુ 276 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.49.568 થયો :એક્ટીવ કેસ 2.40 .228 થયા : કુલ કેસની સંખ્યા 3.38.70.385 થઇ

સૌથી વધુ કેરળમાં 9735 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2401 કેસ,મિઝોરમમાં 1681 કેસ, તામિલનાડુમાં 1449 કેસ,આંધ્રપ્રદેશમાં 671 કેસ, પશ્ચિમ બંગાળમાં 619 કેસ, કર્ણાટકમાં 522 કેસ, ઓરિસ્સામાં 453 કેસ, આસામમાં 385 કેસ

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 21.634 કેસ નોંધાયા છે. જ્યારે 26.323 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 19.031 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 276 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.49.568 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 24.207 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.38.70.385 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.40.228 થઇ છે છેલ્લા 24 કલાકમાં 24.207 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.31.67.518 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં સૌથી વધુ કેરળમાં 9735 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2401 કેસ,મિઝોરમમાં 1681 કેસ, તામિલનાડુમાં 1449 કેસ,આંધ્રપ્રદેશમાં 671 કેસ, પશ્ચિમ બંગાળમાં 619 કેસ, કર્ણાટકમાં 522 કેસ, ઓરિસ્સામાં 453 કેસ, આસામમાં 385 કેસ નોંધાયા છે

(1:06 am IST)