Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીકાયો : પેટ્રોલનો ભાવ સેનચુરીથી માત્ર ત્રણ પૈસા દુર !

રાજકોટ :  રોજે રોજ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવમા આજે પણ વધારો થયો છે આજે પેટ્રોલમા 19 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો પ્રતિ લિટરે વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં આજે પેટ્રોલ 99.97 અને ડીઝલનો ભાવ 98.77 પ્રતિ લિટરનો થયો છે.પેટ્રોલનો ભાવ હવે સેનચુરીમાં માત્ર ત્રણ પૈસા જ દુર છે.જો કે જીલ્લા પ્રમાણે આ ભાવમાં પાંચ થી દસ પૈસાની વધઘટ હોય છે. (વિજય વસાણી, આટકોટ)

(12:09 am IST)