Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ભારતીય વાયુસેનાની તાકાત વધશે : 114 મલ્ટીરોલ ફાઈટર વિમાનની કરાશે ખરીદી : 1.25 લાખ કરોડનો થશે ખર્ચ

114 મલ્ટીરોલ ફાઈટર વિમાન દ્વારા વાયુસેનામાં ઓછા પડતા ફાઈટર એરક્રાફ્ટ સ્કવાડ્રનની સંખ્યાને ટેકલ કરાશે

નવી દિલ્હી :  ભારતીય વાયુસેના સતત પોતાની તાકાત વધારવામાં જોડાઈ છે. તેની હેઠળ 114 મલ્ટીરોલ ફાઈટર વિમાનની ખરીદીની તૈયારી કરવામાં આવી રહી છે. તેના માટે 1.25 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ભારતીય વાયુસેનાના એરચીફ માર્શલ વી.આર.ચૌધરીએ તેની જાણકારી આપી હતી

તેમને જણાવ્યું કે આ 114 મલ્ટીરોલ ફાઈટર વિમાન દ્વારા વાયુસેનામાં ઓછા પડતા ફાઈટર એરક્રાફ્ટ સ્કવાડ્રનની સંખ્યાને ટેકલ કરવામાં આવશે. ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતીય વાયુસેના 36 અને રાફેલ ફાઈટર વિમાનનો ઓર્ડર આપશે. તેની પર તેમને કહ્યું કે રાફેલ પણ 114 મલ્ટીરોલ ફાઈટર વિમાનનો ભાગ હશે.

એરચીફ માર્શલ વિવેક રામ ચૌધરી તાજેત્તરમાં જ ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ બન્યા છે. તેમને આરકેએસ ભદોરિયાની જગ્યા લીધી છે. આરકેએસ ભદોરિયા 42 વર્ષની સેવા બાદ આજે નિવૃત થયા હતા. નવા વાયુસેના પ્રમુખ ચૌધરી વાયુસેનાની પશ્ચિમી વાયુ કમાનના કમાન્ડર-ઈન-ચીફ તરીકે કામ કરી ચૂક્યા છે.

આ કમાનની પાસે સંવેદનશીલ લદ્દાખ ક્ષેત્ર (LAC)ની સાથે સાથે ઉત્તર ભારતના અન્ય ભાગમાં દેશના વાયુક્ષેત્રની સુરક્ષાની જવાબદારી હોય છે. ત્યારે વી.આર.ચૌધરી નવા વાયુસેના પ્રમુખ બન્યા બાદ ચીનની સાથે સંબંધોમાં થોડો સુધારો થવાની અપેક્ષા છે. ત્યારે નિવૃતિ પહેલા આર.કે.એસ ભદોરિયાએ આજે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્માકર પર શ્રદ્ધા સુમન અર્પિત કરી.

રાષ્ટ્રીય સુરક્ષા એકેડમીના પૂર્વ વિદ્યાર્થી અને એરચીફ માર્શલ ચૌધરી 29 ડિસેમ્બર 1982ના રોજ ભારતીય વાયુસેનામાં સામેલ થયા હતા. લગભગ 38 વર્ષના કરિયરમાં તેમને ભારતીય વાયુસેનાના અલગ અલગ પ્રકારના ફાઈટર અને ટ્રેનિંગ એરક્રાફ્ટસ ઉડાવ્યા છે. તેમને મિગ-21, મિગ-23 એમએફ, મિગ-29 અને સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર વિમાનોને 3,800 કલાકથી વધારે ઉડાનનો અનુભવ છે.

(11:56 pm IST)