Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે કચડી નાંખ્યું : 50 દડામાં મેચ જીતી : છઠ્ઠી જીત

કિશન 50 રને અણનમ તેણે 25 બોલનો સામનો કર્યો : 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા : મુંબઈ ટીમ 12 પોઇન્ટ સાથે ટેબલમાં પાંચમા નંબરે

નવી દિલ્હી: IPL 2021 ની 51 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે કચડી નાંખ્યું હતું. મુંબઈએ 91 રનનો લક્ષ્યાંક માત્ર 8.2 ઓવરમાં 2 વિકેટે હાંસલ કર્યો હતો. ઇશાન કિશન 50 રને અણનમ રહ્યો હતો. તેણે 25 બોલનો સામનો કર્યો હતો. 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. હાર્દિક પંડ્યા પણ 5 રન બનાવી અણનમ રહ્યો હતો. રોહિત શર્માએ 22 અને સૂર્યકુમાર યાદવે 13 રન બનાવ્યા હતા. મુંબઈની આ છઠ્ઠી જીત છે. ટીમ 12 પોઇન્ટ સાથે ટેબલમાં પાંચમા નંબરે આવી છે.

મુંબઈની ટીમે 8.2 ઓવરમાંજ 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ સર કર્યો હતો.પાંચમી ઓવરના ચોથા બોલ પર સૂર્યકુમાર યાદવ 13 રન કરીને આઉટ થયો હતો.ત્રીજી ઓવરના બીજા બોલ પર 22 રન કરીને આઉટ થયો હતો.18મી ઓવરના ચોથા બોલ પર ચેતન સાકરિયા 6 રન કરીને આઉટ થશે.16મી ઓવરના ચોથા બોલ પર ડેવિડ મિલર 15 રન કરીને આઉટ થયો હતો. 15મી ઓવરના છેલ્લા બોલ પર શ્રેયસ ગોપાલ, શૂન્ય પર આઉટ થયો હતો. 15મી ઓવરમાં રાહુલ તેવટિયા પણ આઉટ થયો હતો. વમી ઓવરના ચોથા બોલ પર ગ્લેન ફિલિપ્સ 4 રન કરીને આઉટ થયો હતો.આઠમી ઓવરના ત્રીજા બોલ પર શિવમ દુબે પણ આઉટ થયો હતો. છઠ્ઠી ઓવરના ત્રીજા બોલમાં સંજુ સેમસન પણ 3 રન કરીને આઉટ થયો હતો. પાંચમી ઓવરના ત્રીજા બોલ પર 24 રન કરીને એવિન લેવિસ આઉટ થયો હતો.ત્રીજી ઓવરના ચોથા બોલ પર યસસ્વી જયસ્વાલ 12 રન કરીને આઉટ થયો હતો.મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત  શર્માએ ટોસ જીત્યો હતો અને રાજસ્થાન રોયલ્સને પહેલા બેટિિગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલ અને ઇવિન લેવિસે ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી પરંતુ બંને પાવરપ્લેના અંત સુધીમાં પેવેલિયન પરત ફર્યા હતા. જયસ્વાલે 12 રન બનાવ્યા અને કુલ્ટર-નાઇલ દ્વારા આઉટ થયો. આ પછી એવિન લેવિસ પણ પાવરપ્લેની છેલ્લી ઓવરમાં 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેની વિકેટ બુમરાહે લીધી હતી. પાવરપ્લેના અંતે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને પણ માત્ર 3 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ 10 ઓવરમાં રાજસ્થાનની ટીમ માત્ર 50 રન બનાવી શકી હતી અને તેની પાંચ વિકેટ પડી હતી. શિવમ દુબે પણ 3 રન બનાવ્યા બાદ આઉટ થયો અને ગ્લેન ફિલિપ્સ પણ 4 રન બનાવી શક્યો.

મુંબઇ અને રાજસ્થાનની ટીમોએ તેમની પ્લેઇંગ ઇલેવનમાં 2-2 ફેરફાર કર્યા છે. મુંબઈએ ઈશાન કિશન અને જેમ્સ નીશમને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા છે. ક્વિન્ટન ડી કોક અને કૃણાલ પંડ્યા આઉટ થયા છે. રાજસ્થાન રોયલ્સે આકાશ સિંહ અને મયંક માર્કંડેની જગ્યાએ કુલદીપ યાદવ અને શ્રેયસ ગોપાલને તક આપી છે. નીશમે ટીમ માટે 12 રનમાં 3 વિકેટ લીધી હતી. આ સિવાય કુલ્ટર-નાઇલે 14 રનમાં 4 વિકેટ લીધી હતી.

(11:01 pm IST)