Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ફરીવાર સક્રિય : લાંબા સમય બાદ પાર્ટીના કાર્યાલયે પહોંચ્યા

ચાર નવેમ્બરે રીટ પરીક્ષાના પેપર લીક પ્રકરણને લઇ સમગ્ર પ્રદેશમાં પ્રદર્શન કરાશે : કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

જયપુર : રાજસ્થાનના  પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ફરીથી રાજનીતિમાં સક્રિય થાય તેવા સંકેત મળી રહ્યાં છે. પોતાની પુત્રવહૂની બિમારીને કારણે સક્રિય રાજનીતિથી દુર રહેલ વસુંધરા રાજે લાંબા સમય બાદ અહીં આવેલ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતાં અને પાર્ટી કાર્યાલય ખાતે આયોજીત બેઠકમાં પણ ભાગ લીધો હતો જેમાં રાજયની વિધાનસભા બેઠકો પર યોજાનાર પેટાચુંટણીને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

રાજસ્થાન ભાજપે વિધાનસભા પેટાચુંટણીની સાથે જ બે જીલ્લામાં યોજાનાર પંચાયત ચુંટણીને લઇ રણનીતિ બનાવવા માટે કોર સમિતિની બેઠક બોલાવી હતી.વસુંધરા રાજે જયારે પાર્ટીની કોર સમિતિની બેઠકમાં પહોંચ્યા તો તેમના સમર્થકોએ તેમના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતાં અને તેમનું સ્વાગત કર્યું હતું. લાબા સમય બાદ પાર્ટીની કોઇ બેઠકમાં પહોંચેલા વસુંધરા રાજે હળવા અંદાજમાં જાેવા મળ્યા હતાં. રાજેએ બેઠકમાં પહોંચતા જ નેતાઓને માસ્ક લગાવવા માટે કહ્યું રાજસ્થાન ભાજપ કોર સમિતિની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ચાર નવેમ્બરે રીટ પરીક્ષાના પેપર લીક પ્રકરણને લઇ સમગ્ર પ્રદેશમાં પ્રદર્શન કરવામાં આવશે

(9:31 pm IST)