Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

અર્થવ્યવસ્થા માટે મોટી રાહતના સંકેત : રેટીંગ એજન્સી મૂડીસે ભારતનું રેટિંગ સ્થિર બીએએ3 કર્યું

અમેરિકી રેટિંગ એજન્સીએ ભારતનું રેટિંગ નેગેટિવમાંથી સ્થિર કરી નાખતા ઈકોનોમી પાટા પર પાછા આવી રહી હોવાનો મોટો સંકેત

નવી દિલ્હી :  મહામારીમાં પહેલી મોદી સરકાર માટે રાહતભર્યા સમાચાર આવ્યાં છે. અમેરિકી રેટિંગ એજન્સીએ ભારતનું રેટિંગ નેગેટિવમાંથી સ્થિર કરી નાખતા ઈકોનોમી પાટા પર પાછા આવી રહી હોવાનો મોટો સંકેત આપ્યો છે. મે મહિનામાં મૂડીસે ભારતનું રેટિંગ નેગેટિવ બીબીએ3 કરી નાખ્યું હતું

અમેરિકી રેટિંગ એજન્સી મૂડીસે ફેબ્રુઆરી 2021-22 માટે ભારતના આર્થિક વિકાસ દર 13.7 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. સત્તાવાર અનુમાન અનુસાર, નાણાકીય વર્ષ 2020-21 માં ભારતીય ઈકોનોમી 8 ટકા સંકુચિત થઈ છે.

મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે ભારત સરકારની વિશ્વસનીયતાના સંદર્ભમાં દૃશ્ય બદલી નાખ્યું છે અને તેને નકારાત્મકથી સ્થિર કેટેગરીમાં કર્યું છે." તેમજ દેશના વિદેશી વિનિમય અને સ્થાનિક ચલણને લાંબા ગાળાના ઇશ્યુઅર રેટિંગ અને સ્થાનિક ચલણ રેટિંગ (સિનિયર અનસિક્યોર્ડ) બીએએ3 પર જાળવી રાખવામાં આવ્યા છે. મૂડીઝના મતે, દૃશ્યને નકારાત્મકથી સ્થિર માં બદલવાનો નિર્ણય વાસ્તવિક અર્થતંત્ર અને નાણાકીય વ્યવસ્થા વચ્ચેની નકારાત્મક પ્રતિક્રિયાને કારણે ઘટાડો થવાનું જોખમ ઘટાડે છે.

(9:06 pm IST)