Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

વૈશ્વિક બજારમાં ભાવ વધવાથી પેટ્રોલના ભાવ વધ્યા : નાણામંત્રી

પેટ્રોલની કિંમત આંતરરાષ્ટ્રીય તેલના ભાવો પર નિર્ભર રહેતી હોવાથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મળીને પેટ્રોલના ભાવને લઈ સંભાળવું પડશે.

રાયપુર :  પેટ્રોલના વધતા ભાવને લઈને આજે નાણા મંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે પેટ્રોલિની કિંમત આંતરરાષ્ટ્રીય તેલના ભાવો પર નિર્ભર રહેતી હોય છે. જેથી કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે મળીને પેટ્રોલના ભાવને લઈ સંભાળવું પડશે

છત્તીસગઢના રાયપુરમાં ભાજપ કાર્યાલયમાં તેમમે કહ્યું કે ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમત વૈશ્વિક બજારોમાં જે ભાવ વધ્યા છે. તેના કારણે વધી છે. જેથી તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે ભેગા મળીને આ મુ્દ્દાને સંભાળવો પડશે. વધુંમાં તેમણે કહ્યું કે ભારત તેની જરૂરીયાત પ્રામણે 99 ટકા પેટ્રોલ અને ડિઝલની આયાત કરે છે.

નાણા મંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર માત્ર કેન્દ્ર સરકાર ટેક્સ નતી લગાવતી. સાતેજ તેમણે કહ્યું કે આપમે 100 લીટર પેટ્રોલ વાપરીએ છે તો તેમાથી 99 લીટર તો આપણે વિદેશમાંથી આયાત કરવું પડે છે. વિદેશમાં તેલની જે પણ કિંમત હોય છે તેના આધારે ભારતમાં પેટ્રોલની કિંમત નક્કી કરવામાં આવે છે.

(8:58 pm IST)