Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

બદનક્ષીના ફોજદારી કેસમાં ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના જામીન મંજુર : ' અર્થ ' એનજીઓ દ્વારા કરાયેલી બદનક્ષીની ફરિયાદમાં મુંબઈ કોર્ટે 15,000 રૂપિયાના બોન્ડ રજૂ કરવાની શરતે જામીન મંજુર કર્યા

મુંબઈ :  ' અર્થ '  નામની બિનસરકારી સંસ્થા (એનજીઓ) દ્વારા દાખલ કરવામાં આવેલ બદનક્ષીના ફોજદારી કેસમાં ભાજપના પૂર્વ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના મહારાષ્ટ્ર એકમના ઉપાધ્યક્ષ કિરીટ સોમૈયાના જામીન મંજુર કરવામાં આવ્યા છે. સોમૈયા ઉપર અર્થ એનજીઓ દ્વારા આરોપ લગાવાયો હતો કે તેમના ટ્વીટથી એનજીઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. જેના અનુસંધાને 15,000  રૂપિયાના બોન્ડ રજૂ કરવાની શરતે સીવરી ખાતેના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા .

એનજીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે સોમૈયાએ ખોટા અને અપમાનજનક નિવેદનો ધરાવતાં લેખો પોસ્ટ કરીને.ભારતીય દંડ સંહિતાની કલમ 500 (ફોજદારી બદનક્ષી માટે સજા) હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ કર્યા છે .તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:50 pm IST)