Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

છત્રસાલ સ્ટેડિયમ હત્યા કેસ : દિલ્હી કોર્ટે કુસ્તીબાજ સુશીલ કુમારના જામીન ફગાવ્યા

ન્યુદિલ્હી : છત્રસાલ સ્ટેડિયમ હત્યા કેસમાં દિલ્હી કોર્ટના એડિશનલ સેશન્સ જજ શિવાજી આનંદે  કુસ્તીબાજ  સુશીલ કુમારના જામીન ફગાવી દીધા છે. જામીન અરજીમાં શુશીલ કુમારે  જણાવ્યું હતું કે  કુસ્તી જગતમાં તેમની સિદ્ધિઓ યુવાન કુસ્તીબાજોને તાલીમ આપવા તરફ દોરી ગઈ હતી અને તેના પરિણામો ટોક્યો ઓલિમ્પિકમાં જોવા મળ્યા છે.

કુમારે એડવોકેટ રાણા મારફતે તેની જામીન અરજીમાં દલીલ કરી હતી કે તે 2 જૂન, 2021 થી ન્યાયિક કસ્ટડીમાં હતો.હવે હાલના તબક્કે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જે સ્પષ્ટપણે એ હકીકતને દર્શાવે છે કે અરજદાર/આરોપીની તપાસ પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ છે અને તેને કોઈ પણ પ્રકારની વધુ કસ્ટોડિયલ પૂછપરછ માટે જરૂરી નથી .

કુમારે અદાલતને ખાતરી પણ આપી હતી  કે તે પોતાના પર લાદવામાં આવેલી કોઈપણ શરતનું પાલન કરશે, અને જણાવ્યું હતું કે તેમની ન્યાયિક કસ્ટડી "માત્ર પૂર્વ-ટ્રાયલ જેલ" હતી.

ફરિયાદીના જણાવ્યા મુજબ, કુમાર અને અન્ય આરોપીઓ મૃતક સોનુને ગન પોઇન્ટ પર સ્ટેડિયમમાં લઈ ગયા અને તેને નિર્દયતાથી માર માર્યો. કુમાર અને અન્ય લોકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 147 (હુલ્લડ) અને 120 બી (ફોજદારી ષડયંત્ર) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટને એવી પણ માહિતી આપવામાં આવી હતી કે આ કેસમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કુમાર પાસેથી એક લાઇસન્સવાળી પિસ્તોલ મળી આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:21 pm IST)