Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

લખીમપુર ખેરી હિંસા: અલ્હાબાદ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી : યુપીમાં કાયદો અને વ્યવસ્થા 'મોટા જોખમમાં' છે : સીબીઆઈ તપાસની માંગ : ડીજીપી, જિલ્લા મેજિસ્ટ્રેટ, એસએસપીને સસ્પેન્ડ કરો : ઘટનાની ન્યાયિક તપાસની માંગણી

અલ્હાબાદ : લખીમપુર ખેરી હિંસા મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં પત્ર દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે યુપીમાં કાયદો અને વ્યવસ્થા 'મોટા જોખમમાં' છે .તેથી સીબીઆઈ તપાસ જરૂરી છે.તેમજ આ ઘટના માટે ડીજીપી, જિલ્લા મેજિસ્ટ્રેટ, એસએસપીને જવાબદાર ગણી સસ્પેન્ડ કરવા જોઈએ.તેવું બી.એન્ડ બી.ના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

અરજીમાં જણાવાયા મુજબ મરનાર આઠમાંથી ચારને ફોર વ્હીલર દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા, જે કથિત રીતે કેન્દ્રીય મંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર દ્વારા ચલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ થયેલી હિંસામાં અન્ય ચાર લોકોના મોત થયા હતા.

એનજીઓ સ્વદેશ તથા પ્રયાગરાજ લીગલ એઇડ ક્લિનિક દ્વારા અલાહાબાદ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હકીકત એ છે કે રાજ્યની મશીનરી કોઇપણ વીઆઇપી હિલચાલ પહેલા સુરક્ષા કડક બનાવે છે છતાં આ ઘટના બની હતી.

લાઈવ લો ના અહેવાલ મુજબ એનજીઓ વતી એડવોકેટ ગૌરવ દ્વિવેદી દ્વારા જણાવાયું હતું  કે ઉત્તર પ્રદેશ સરકાર મૃતકોના જીવ બચાવવામાં નિષ્ફળ રહી છે.તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:16 pm IST)