Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

વિરાટ કોહલીનો ફેવરીટ ખેલાડી મોહમ્‍મદ શમીની પત્‍ની હસીન જહાંએ ટોપલેસ થઇને વીડિયો વાયરલ કર્યોઃ બંગાળી ગીતનું ગાયન કર્યું

આ પ્રકારની હરકતથી ક્રિકેટ જગતમાં ભારે નિંદા

નવી દિલ્હીઃ હસીને શેર કરેલા આ વીડિયોથી  લોકો પરેશાન છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે બેડ પર ઉંધી ફરેલી છે અને એક બંગાળી ગીત ગાઈ રહી છે. ભારતીય ક્રેકિટ ટીમના સારા બૉલર્સમાંથી એક મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. તે અનેકવાર પોતાના ચાહકો માટે નવી નવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ તેમાં એક વીડિયો શેર કર્યો છે.

જેના કારણે જે ચર્ચામાં છે. હસીન જહાંના આ વીડિયોના ચર્ચામાં રહેવાનું કારણ એ છે કે, તેમણે ટૉપલેસ થઈને આ વીડિયો બનાવ્યો છે. હસીને શેર કરેલા આ વીડિયોથી  લોકો પરેશાન છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે બેડ પર ઉંધી ફરેલી છે અને એક બંગાળી ગીત ગાઈ રહી છે.

આ વીડિયોમાં જે પ્રકારે ભારતીય ટીમના સ્ટાર બોલર મહોમ્મદ શામીની પત્ની ટોપલેસ થઈને કેમેરા સામે અંગ પ્રદર્શન કરી રહી છે એ જોઈને ખુદ તેના પતિને પણ ભારે આઘાત લાગ્યો છે. જ્યારે ટીમ ઈન્ડિયાના બાકી ખેલાડીઓ તેમજ ક્રિકેટના ચાહકો પણ હસીન જહાં ની આ પ્રકારની હરકતની નિંદા કરી રહ્યાં છે. આટલા મોટા સ્ટાર ખેલાડીની પત્નીને આ પ્રકારની હરકત શોભતી નથી એવી કોમેન્ટ લોકો તેની સોશિયલ મીડિયાની વોલ પર કરી રહ્યાં છે.

હસીને એક દિવસ પહેલા આ વીડિયો શેર કર્યો હતો. અત્યાર સુધીમાં આ વીડિયોને 3600થી વધુ લાઈક્સ મળી રહી છે. સાથે જ 200 જેટલા કમેન્ટ્સ પણ છે. યૂઝર્સ આ વીડિયો પર ભદ્દા કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કોઈકને કોઈક રીતે ચર્ચામાં રહેવા માટે ટેવાયેલી હસીન જહાંએ ફરી એકવાર વિવાદિત વીડિયો શેર કરીને બજાર ગરમ કર્યું છે. આ પહેલાં પણ શમીની પત્ની અનેકવાર વિવાદિત નિવેદનો આપતી રહી છે. હમણાં તેણે શમીનું નામ લીધાં વિના એક વિવાદિત વીડિયો શેર કર્યો હતો.

જણાવી દઈએ કે હસીન જહાં અને મોહમ્મદ શમી લાંબા અસરથી અલગ-અલગ છે. બંનેના લગ્ન 7 એપ્રિલ 2014માં થયા હતા. પરંતુ થોડા સમયમાં જ સંબંધોમાં ખટાશ આવી ગઈ. હસીન જહાંએ મીડિયા સામે આવીને શમી અને તેના પરિવાર પર અનેક આરોપો લગાવ્યા હતા. જે બાદ બંને અલગ રહે છે જો એક અત્યાર સુધી તલાક નથી થયા.

Instagram Link: https://www.instagram.com/reel/CUewcUPFimf/?utm_source=ig_web_copy_link

(4:45 pm IST)