Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

કોરોનાનો ડરઃ વિદેશી - પર્યટકોને ઓસ્ટ્રેલિયામાં ૨૦૨૨ સુધી નો-એન્ટ્રી

કેનબેરા, તા.૫: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્ક્રોટ મોરિસને આજે જાહેરાત કરી છે કે વિદેશી પ્રવાસીઓને આવતા વર્ષના આરંભ સુધી એમના દેશમાં પ્રવેશ આપવામાં નહીં આવે. એ પછી પણ, વિદેશી પર્યટકોને પરવાનગી આપતાં પહેલાં કાર્યનિપુણ વિદેશી કામદારો તથા વિદેશી વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ આપવામાં ઉચ્ચ પ્રાધાન્ય આપવામાં આવશે.

ઓસ્ટ્રેલિયામાં કોરોના વાઇરસના કેસ ફરી ખૂબ વધી ગયા છે. વિકટોરિયા રાજયમાં મંગળવારે નવા ૧,૭૬૩ કેસ નોંધાયા છે. ઓસ્ટ્રેલિયા સરકાર તેના તમામ નાગરિકોને કોરોના-પ્રતિરોધક રસી આપવા માટે ખૂબ જોર લગાવી રહી છે. હાલ ઓસ્ટ્રેલિયામાં પ્રવાસી નાગરિકોની સંખ્યા ખૂબ ઓછી છે. બીજા વિશ્વયુધ્ધ પછી આ પહેલીવાર આ સંખ્યા આટલી બધી ઘટી ગઇ છે.

(4:24 pm IST)