Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ગુજરાતમાં પાલિકા - પંચાયતોમાં ભાજપને ૧૩૬ બેઠકો : કોંગીને માત્ર ૪૧

પટેલ - પાટીલની જોડીને સફળતા : રાજ્યવ્યાપી કેસરિયો માહોલ અકબંધ : ત્રીજા બળ તરીકે ઉપસવા મથતા 'આપ'ને માત્ર ૩ બેઠકો : ભાણવડ સુધરાઇમાં કોંગ્રેસને સત્તા મળી

રાજકોટ તા. ૫ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જબરી સફળતા મળી છે. સ્થાનિક સ્વરાજ્યની ૨૦૨૧ની ચૂંટણીઓની જેમ આ વખતે પણ ૧ મહાનગર, ૩ નગરો અને અન્ય પેટાચૂંટણીઓમાં કેસરિયો માહોલ જળવાઇ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કુલ ૧૮૪ પૈકી ભાજપને ૧૩૬ અને કોંગીને ૪૧ બેઠકો મળી છે. આધારભૂત આંકડાકીય ચિત્ર નીચે મુજબ છે.

ગાંધીનગર કોર્પોરેશન

કુલ સીટ     ૪૪

ભાજપ       ૪૧

કોંગ્રેસ       ૨

આપ        ૧

જિલ્લા પંચાયત

કુલ સીટ     ૮

ભાજપ       ૫

કોંગ્રેસ       ૩

તાલુકા પંચાયત

કુલ બેઠક    ૪૮

ભાજપ       ૨૮

કોંગ્રેસ       ૧૪

આપ        ૨

અન્ય        ૧ઙ

ત્રણ બેઠક પર ચૂંટણી રદ્દ

ભાણવડ નગરપાલિકા

કુલ બેઠક    ૨૪

કોંગ્રેસ       ૧૬

ભાજપ       ૮

ઓખા નગરપાલિકા

કુલ બેઠક    ૩૬

ભાજપ       ૩૪

કોંગ્રેસ       ૨

થરાનગરપાલિકા

કુલ સીટ     ૨૪

ભાજપ       ૨૦

કોંગ્રેસ  ૪   

(3:21 pm IST)