Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ભાજપ સાંસદની ગાડીનો પોલીસ મેમો ફાડી ૧૫૦૦ નો દંડ વસુલ્યો

વાહ.... આને કહેવાય બધા માટે નિયમો સરખા

ભોપાલ, તા.૫: ઈન્દોરના ભાજપના સાંસદ શંકર લાલવાનીની કારનો પોલીસે મેમો ફાડયો હતો.એમપીના ખંડવામાં ૩૦ ઓકટોબરે લોકસભાની પેટા ચૂંટણી થવાની છે, અને તેના કારણે અહીંયા આદર્શ આચાર સંહિતા લાગુ કરાયેલી છે. પોલીસના કહેવા પ્રમાણે ખંડવાના બોમ્બે બજારમાં ઉભેલી એક ગાડી પર હૂટર લગાવાયેલુ હતુ અને અલગ પ્રકારની નેમ પ્લેટ લગાવાઈ હતી. જેના પર સાંસદ ઈન્દોર લખવામાં આવ્યુ હતુ. આ પ્રકારની નેમપ્લેટ અને હૂટર નિયમ પ્રમાણે લગાડી ના શકાય.

જેના પગલે સાંસદની ગાડીના ડ્રાઈવરનો મેમો ફાડીને તેની પાસેથી ૧૫૦૦ રૂપિયાનો દંડ વસુલ કરાયો હતો. પોલીસે તો કાર્યવાહીના ભાગરૂપે ગાડીના એક વ્હીલમાં લોક મારી દીધુ હતુ. આ દરમિયાનમાં સાંસદ ગાડીમાં નહોતા. લોક લગાવાયેલુ હોવાથી સાંસદ મોટર સાયકલ પર ત્યાંથી રવાના થઈ ગયા હતા. બીજી તરફ દંડની રકમ ભર્યા બાદ પોલીસે તાળુ ખોલ્યુ હતુ. સાંસદ લાલવાની ખંડવામાં યોજનારી પેટા ચૂંટણીના પ્રચાર માટે ગયા હતા.

(3:20 pm IST)