Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

વોટ્સએપમાં આવશે કામનું ફીચરઃ ગ્લોબલ વોઈસ મેસેજ પ્લેયર

યુઝર બીજા કોઈ સાથે ચેટમાં એકટીવ રહીને પણ કોઈ અન્ય વ્યકિતનો વોઈસ મેસેજ સાંભળી શકશે

નવી દિલ્હી, તા.૫: ફેસબુકની કંપની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના હાલના વોઈસ મેસેજ ફંકશનને અપગ્રેડ કરવા માટે નવા ફિચર પર કામ કરી રહ્યું છે. હકીકતે કંરની ગ્લોબલ વોઈસ મેસેજ પ્લેયર પર કામ કરી રહ્યું છે. જે યુઝર્સને બીજી ચેટમાં ગયા બાદ પણ કોઈ બીજાના વોઈસ મેસેજને સાંભળવાની પરવાનગી આપશે. એટલે કે પહેલા જ્યારે ચેટમાં આવેલા વોઈસ મેસેજને આપણે સાંભળતા હતા તો બીજી ચેટમાં જતાની સાથે જ તે બંધ થઈ જતા હતા પરંતુ હવે આ નવું ફિચર આવ્યા બાદ એવું નહીં થાય.

એપની આ અપડેટ હાલ બીટા ટેસ્ટર્સ માટે ડેવલોપમેન્ટ સ્ટેજમાં છે. તે ઉપરાંત વોટ્સએપ ડિસઅપિયરિંગ મેસેજ ફિચર માટે અપડેટ આપી રહ્યું છે. જેનાથી યુઝર્સ મેસેજ ગાયબ થવા માટે ૨૪ કલાક, ૭ કલાક અને ૯૦ દિવસનો સમય નક્કી કરશે. આ ફિચરને હાલના સમયમાં iOS બીટા ટેસ્ટર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે.  એક રિપોર્ટ અનુસાર કંપની ગ્લોબલ વોઈસ મેસેજ પ્લેયર ટેસ્ટ કરી રહી છે. જોકે ચેટ બંધ કર્યા બાદ પણ વોઈસ મેસેજ ચાલે છે. તેનો મતલબ વોઈસ મેસેજ વોટ્સએપની હોમ સ્ક્રીન પર હાજર રહેશે અને ટોપ પર પિન આપવામાં આવશે. જેના દ્વારા યુઝર્સ બીજી ચેટને જોવાની સાથે પણ લાંબા વોઈસ મેસેજ સાંભળી શકશે.

યુઝર્સ વોઈસ મેસેજને પોઝ અને ડિસ્મિસ પણ કરી શકે છે. રિપોર્ટ અનુસાર પ્લેયરને એન્ડ્રોયડ યુઝર્સ માટે પણ લોન્ચ કરવામાં આવશે. વોટ્સએપ ઘણા સમયથી પોતાના વોઈસ મેસેજને અપડેટ કરવા પર કામ કરી રહ્યું છે. તેમાંથી ઘણા ફિચર્સ, જેવા કે પ્લેબેક સ્પીડ ટોગલ અને કોન્ઝીક્યુટિવ વોઈસ મેસેજ જોડવામાં આવ્યો છે. એપ ટ્રાન્સ્ક્રિપ ફીચર પણ ટેસ્ટ કરી રહ્યું છે અને તેનાથી યુઝર્સના એકસપીરિયન્સને વધુ એડવાન્સ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

(3:19 pm IST)