Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

આર્યનની ધરપકડ બાદ સ્ટાર્સ પહોંચ્યા શાહરુખનાઘરે:બોલીવૂડ સેલેબ્સ સાંત્વના આપવા ગયા મન્નત

સૌથી પહેલા પહોંચ્યો હતો સલમાન ખાન: ભાઇજાન બાદ તેની ભાભી સીમા ખાન અને બહેન અલવિરા ખાન શાહરુખ તેમજ ગૌરીને મળ્યા :સંજય કપુર અને પત્ની મહિપ કપુર પણ હાજર

મુંબઈ : બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનના પુત્રની ધરપકડ બાદ એક પછી એક સ્ટાર્સ મન્નત પહોંચી રહ્યાં છે.આર્યન ખાનની જામિનની અરજી નામંજૂર થઇ હતી માટે તે હાલમાં NCBની કસ્ટડીમાં છે. ત્યારે સૌથી પહેલા સલમાન ખાન મન્નત શાહરૂખ ખાનને મળવા પહોંચી ગયો હતો. જે બાદ સ્ટાર્સ શાહરુખને સાંત્વના આપવા માટે મન્નત પહોંચી રહ્યાં છે.

ભાઇજાન બાદ તેની ભાભી સીમા ખાન અને બહેન અલવિરા ખાન શાહરુખ તેમજ ગૌરીને મળવા પહોંચી ગયા હતા. સાથે સંજય કપુર અને પત્ની મહિપ કપુર પણ હાજર હતી. સોશ્યલ મીડિયામાં કેટલીક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં અલગ અલગ કારમાં લોકો મન્નતમાં જતા જોવા મળી રહ્યાં છે.

આર્યનની પૂછપરછ દરમિયાન તેણે શાહરુખના બિઝી શેડ્યુલ વિશે જાણકારી આપી છે. તેણે કહ્યું કે પપ્પા હમણા 3 ફિલ્મોની શૂટિંગ કરી રહ્યાં છે અને અપકમિંગ ફિલ્મ પઠાણને લઇને ખુબ મહેનત કરી રહ્યાં છે. આર્યને કહ્યું મારા પપ્પા એટલા બિઝી રહે છે કે ઘણીવાર મારે તેમને મળવા માટે તેમની મેનેજર પૂજા પાસે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે ત્યારે જઇને હું શાહરુખને મળી શકું છું

મુંબઈથી ગોવા જઇ રહેલા ક્રૂઝમાં મળેલા ડ્રગ્સ મામલે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાનથી ડ્રગ્સ મામલે સતત પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે તમામ આરોપીઓને કિલા કોર્ટમાં રજૂ કરાયા હતા. ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી મામલે બૉલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને સોમવારે રાહત નથી મળી.  સુનાવણી દરમિયાન આર્યન ખાન, અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધમેચાને કોર્ટે 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં રહેવાનો ચુકાદો સંભળાવ્યો છે. મહત્વનું છે કે, NCBએ ત્રણેય આરોપીઓની 11 ઓક્ટોબર સુધી રિમાન્ડ માંગી હતી

કોર્ટમાં સુનાવણી દરમિયાન, એનસીબી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જણાવ્યું હતું કે આર્યન ખાનની વોટ્સએપ ચેટથી ખબર પડી છે કે તેણે દવાઓ માટે રોકડ વ્યવહાર કર્યો છે. તેમણે કહ્યું કે આર્યન ખાનની વોટ્સએપ ચેટથી ઘણી માહિતી મળી છે, જેની આપણે તપાસ કરવાની છે

(2:26 pm IST)