Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

હવે પૂર્વોત્તર રાજ્યોમાં કોંગ્રેસમાં કકળાટને ઘટાડવા કવાયત : મોટા નિર્ણયો લેવાયા

મેઘાલયના પૂર્વ સીએમ અને રાજ્યના પાર્ટી પ્રમુખ સાથે સોનિયા અને રાહુલ ગાંધીની મોડીરાત્રે બેઠક : બંને વચ્ચે ચાલી રહેલા મતભેદોને દૂર કરવાનો પ્રયાસ : સંગમાંની સાથે સાથે એક ડઝન કોંગ્રેસી ધારાસભ્ય તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થવાની તૈયારીમાં !!

નવી દિલ્હી : સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા અને રાજ્ય પાર્ટી પ્રમુખ વિન્ટેસ એચ પાલા સાથે સોમવાર મોડી રાતે બેઠક કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે ચાલી રહેલા મતભેદોને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સંગમાંએ આ બેઠકને સકારાતમ્ક ગણાવી સાથેજ કહ્યું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાતે જે મુદ્દા સુધારા કરવા જોઈએ તે મુદ્દાઓ પર વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સાતેજ તેમણે કહ્યું જે પણ ચર્ચા કરવામાં આવી છે તે ચર્ચા ઘણી જરૂરી હતી. સાથે જ તેમણે કહ્યું કે દરેક પક્ષોને તે સુનિશ્ચિત કરવું જરૂરી હતું કે આદર્શો સાથે ચેડા ન કરવામાં આવે

  અત્રે ઉલ્લેખનીય છે કે સંગમાંની સાથે સાથે એક ડઝન કોંગ્રેસી ધારાસભ્ય તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થવાની યોજના બનાવી રહ્યા છે. જેની જાણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને થતા તેઓ તેમને મળવા પહોચ્યા અને તેમની સાથે બેઠક થઈ હતી. જોકે આ બેઠકમાં સંગમાંએ કહ્યું કે તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં શામેલ નથી થવાના

(2:25 pm IST)