Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

રાહુલ ગાંધીને દિલ્હી હાઇકોર્ટની રાહત : બળાત્કાર અને હત્યા મામલે ટ્વિટ પર પીડિતાની ઓળખ આપવા બદલ નોટિસ આપવાનો ઇનકાર

દિલ્હી : દિલ્હી કેન્ટ વિસ્તારમાં કથિત રીતે સામુહિક બળાત્કાર અને હત્યા કરાયેલી 9 વર્ષની પીડિતના પરિવારના ફોટોગ્રાફ પ્રકાશિત કરવા બદલ સંવેદનશીલ વિગતો જાહેર કરવા અને તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી પર દિલ્હી હાઇકોર્ટે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નોટિસ આપવાનો ઇનકાર કર્યો છે.

મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયમૂર્તિ જ્યોતિ સિંઘની ખંડપીઠે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (એનસીપીસીઆર) અને દિલ્હી પોલીસ કમિશનરને નોટિસ આપવાનો પણ ઇનકાર કર્યો હતો, જેમને પણ આ મામલે પ્રતિવાદી તરીકે ગોઠવવામાં આવ્યા છે.

જોકે બેન્ચે માઇક્રોબ્લોગિંગ સોશિયલ મીડિયા જાયન્ટ- ટ્વિટર ઇન્કને નોટિસ આપી હતી અને 30 નવેમ્બર સુધીમાં આ મામલે જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.તેવું એલ.એલ. દ્વારા જાણવા મળે છે.

(1:19 pm IST)