Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સોના ચાંદીના ભાવમાં ગાબડાનો દોર યથાવત : સોનુ હાઈએસ્ટ ભાવથી 9400 રૂપિયા સસ્તું

ડૉલર અને બોન્ડ પર મળનારા વ્યાજમાં તેજીના કારે સોનાની કિંમત પર દબાણ

મુંબઈ : સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડાનું વલણ ચાલુ છે.મલ્ટી કમોડિટી એક્સચેન્જ  પર આજે સોનાના ભાવમાં  0.19 ટકાનો ઘટાડો નોંધાયો છે.ચાંદી 0.45 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે.

MCX પર ગોલ્ડ આજે 0.19 ટકાના ઘટાડાની સાથે 46,797 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. બીજી તરફ, આજના કારોબારમાં ચાંદી 0.45 ટકા ગબડી છે. આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,680 રૂપિયા છે.

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. આજે સોનું વાયદો 46,797 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલે કે હજુ પણ લગભગ 9,400 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

મંગળવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 47,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત 47,520 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત 47,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,600 રૂપિયા છે.

 કોમોડિટી માર્કેટના જાણકારોનું કહેવું છે કે ડૉલર અને બોન્ડ પર મળનારા વ્યાજમાં તેજીના કારે સોનાની કિંમત પર દબાણ ઊભું થયું છે. હાલમાં એવું લાગે છે કે સોનાની કિંમત પર દબાણ ચાલુ રહેશે. જોકે, કાચા તેલના ભાવમાં તેજીના કારણે દુનિયામાં મોંઘવારી દરમાં વધારો થશે. એવામાં ફરીથી સોનાની ડિમાન્ડમાં તેજી આવશે અને કિંમતમાં ઉછાળો શક્ય છે. એવામાં ઓક્ટોબરના ત્રીજા સપ્તાહથી સોનાની કિંમતમાં તેજીનો ટ્રેડ ફરીથી શરૂ થઈ શકે છે. ફેસ્ટિવ સીઝન નજીક આવવાના કારણે પણ ડિમાન્ડમાં તેજી આવશે અને કિંમતમાં વધારાની શક્યતા જોવા મળી રહી છે.

(12:26 pm IST)