Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

મોદી સરકારનો મહત્વનો નિર્ણય:અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલ પહોંચાડનારને મળશે ઇનામ

ને 5000 રૂપિયાનું ઇનામ વધુમાં વધુ 5 વાર અપાશે સાથે જ એક પ્રશંસા પત્ર પણ આપશે: આ યોજના 2026 સુધી ચાલશે.: નવું પોર્ટલ શરૂ કરાશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થનાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનારને 5000 રૂપિયાનું ઇનામ વધુમાં વધુ 5 વાર આપવામાં આવશે સાથે જ એક પ્રશંસા પત્ર પણ આપશે. આ યોજના 2026 સુધી ચાલશે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય ઘાયલ લોકોને મરવા છોડ્યા કરતાં તેમને નજીકના હોસ્પિટલ લઇ જવા માટે પ્રેરિત કરવાનો છે

રોડ પરિવહન અને રાજ્ય મંત્રાલયે સોમવારે અકસ્માતોમાં ઘાયલ થયેલા ગંભીર લોકોને ગોલ્ડન આવર (દુર્ઘટનાના એક કલાકમાં જ) હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટર પહોંચાડનાર નાગરિકોને ઇનામ આપવામાં આવશે. ગયા વર્ષે રસ્તા સુરક્ષા પર કામ કરનાર ટ્રસ્ટ, NGO અને સંસ્થાઓને વાર્ષિક પાંચ લાખ રૂપિયા ઇનામ આપવાની શરૂઆત કરી છે. 

આ બાદ આ યોજનામાં જો કોઇ નાગરિક મદદ કરે છે તો તેને 5000 રૂપિયાની રકમ આપી સન્માનિત કરવામાં આવશશે. આ યોજના 15 ઓક્ટોબર 2021થી માર્ચ 2026 સુધી ચાલશે. 

એક પોર્ટલ શરૂ કરવામાં આવશે જેમાં જિલ્લા પ્રશાસન દર મહિને ઘાયલોની મદદ કરનારા નાગરિકનું નામ, સરનામુ, મોબાઇલ નંબર, ઘટનાની જાણકારી વગેરે નોંધશે. અથવા આ જાણકારી સ્થાનીય પોલીસ સ્ટેશન કે હોસ્પિટલના પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. બાદમાં 5000 રૂપિયાની રકમ મળશે. આ રકમ એક વ્યક્તિને 5 વાર જ આપવામાં આવશે. ફેટલ એક્સિડન્ટમાં ઘાયલોની સર્જરી, ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં ભરતી તેમજ સ્પાઇન કોર્ડ સર્જરી સામેલ છે. જે નાગરિક મદદ કરશે તેમને વાર્ષિક રાષ્ટ્રીય સ્તરનું સન્માન આપવામાં આવશે. 

(12:25 pm IST)