Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ફેસબુક નફરત ફેલાવવાનું માધ્યમ બન્યું છે : કંપનીને તે રોકવામાં રસ નથી : પૂર્વ અધિકારીનો આરોપ

શું વ્હીસલબ્લોરના આરોપોથી વધશે ફેસબુકની મુશ્કેલી

ન્યૂયોર્ક તા. ૫ : ફેસબુક સતત નફરત ફેલાવવાનું માધ્યમ બન્યું છે. કંપનીને તે રોકવાની કોઇ દરકાર નથી. આ દાવો હવે વ્હીસલબ્લોઅર બની ગયેલી ફેસબુક કંપનીની એક પૂર્વ અધિકારીએ કર્યો છે. આ અધિકારીએ પોતાના દાવાના પક્ષમાં મહત્વના દસ્તાવેજો જારી કર્યા છે. ફ્રાન્સીસ હાઉગેન નામની આ અધિકારી આજે અમેરિકી સંસદની એક સમિતિ સમક્ષ જુબાની આપનાર છે.

એક ટીવી કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, તેઓ શા માટે મોઢું ખોલવા તૈયાર થયા છે તેમણે કહ્યું હતું કે, મને એ બાબતની પરેશાની હતી કે આ કંપની જન સુરક્ષાની ઉપર માત્ર નફાને મહત્વ આપે છે. ફેસબુકની નજર માત્ર પૈસા કમાવવાની છે.

તેમણે કહ્યું છે કે, મે વોલસ્ટ્રીટ જર્નલ અને અમેરિકાના કાનુનને લાગુ કરતા વિભાગોને અનેક દસ્તાવેજો સોંપ્યા છે જે જાહેર કરે છે. ફેસબુક કંપની નફરત - હિંસા - દુષ્પ્રચાર રોકવાના પોતાના પ્રયાસોને લઇને ખોટુ બોલે છે. આજે ફેસબુક જે રીતે મોજુદ છે જેનાથી તે સમાજને તોડે છે. વિશ્વભરમાં જાતીગત હિંસા - રંગભેદનું કારણ બની રહ્યું છે.

તેઓ કહે છે કે ફેસબુકમાં કામ કરતા મને લાગ્યું કે, કંપનીને દુષ્પ્રચાર રોકવામાં કોઇ રસ નથી. કંપનીએ જે માર્ગ પસંદ કર્યો છે તેના ગંભીર પરિણામ આવી રહ્યા છે.

(11:18 am IST)