Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

મોદી સરકારના MSME જોબ પોર્ટલ ઉપર ૪.૭૩ લાખ લોકો શોધે છે નોકરી પણ જગ્યા છે માત્ર ૫૪

નવી દિલ્હી તા. ૫ : નાના અને મધ્યમ ઉદ્યોગોમાં રોજગારને એક પ્લેટફોર્મ પર લાવવા મોદી સરકારે જોબ પોર્ટલ 'સંપર્ક'ની શરૂઆત કરી હતી. તેના દ્વારા ભારતભરમાં અમેએસએમઇ ટેકનોલોજી સેન્ટરો પાસેથી પાસ આઉટ થયેલ અથવા વિદ્યાર્થીઓને હાયર કરવામાં આવે છે. આ પોર્ટલમાં અત્યારે ૪.૭૩ લાખથી વધારે નોકરી વાંચ્છુઓ અને ૬૨૦૦થી વધારે નોકરીદાતાઓ રજીસ્ટર્ડ છે. આ સપ્તાહની શરૂઆતમાં ડીપીઆઇઆઇટી દ્વારા આયોજીત એક વર્કશોપમાં આ માહિતી અપાઇ હતી. આ વર્કશોપની અધ્યક્ષતા વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે કરી હતી.

આ રિપોર્ટ લખાયો ત્યારે પોર્ટલ અનુસાર ભરતી માટે ઉપલબ્ધ ખાલી જગ્યાઓની સંખ્યા ફકત ૫૪ અને ઓપન જોબ પોસ્ટીંગની સંખ્યા ૧૦ હતી. જ્યારે પોર્ટલમાં રજીસ્ટર્ડ નોકરી ઇચ્છૂકોની સંખ્યા ૪,૭૩,૭૨૯ અને નોકરી દાતાઓની સંખ્યા ૬૨૩૪ છે. ૨૭ જૂન ૨૦૧૮ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 'સંપર્ક' પોર્ટલની શરૂઆત કરી હતી.

(11:17 am IST)