Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

દેશમાં ૨૦૯ દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ

સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૩૪૬ નવા કેસઃ ૨૬૩ સંક્રમિતોના મોત

નવી દિલ્‍હી, તા.૫: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા  ફરીથી ઘટ્‍યા છે. મંગળવારે સવારે સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૩૪૬ નવા કેસ અને ૨૬૩  સંક્રમિતોના મોત થયા છે. આજે નોધાયેલા કેસ ૨૦૯ દિવસની નીચલી સપાટી છે.  એક્‍ટિવ કેસની સંખ્‍યા દ્યટીને ૨,૫૨,૯૦૨ પર પહોંચી છે.  જયારે રિકવરી રેટ ૯૭.૯૩ ટકા થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ ૮,૮૫૦ નવા કેસ નોંધાયા હતા અને ૧૪૯ લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્‍થિતિ હજુ પણ ચિંતાજનક છે.  
છેલ્લા ૪ દિવસમાં નોંધાયેલા કેસ
૧ ઓક્‍ટોબરઃ ૨૬,૭૨૭, ૨ ઓક્‍ટોબરઃ ૨૪,૫૩૪,૩ ઓક્‍ટોબરઃ ૨૨,૮૪૨, ૪ ઓક્‍ટોબરઃ ૨૦,૭૯૯
કુલ ડિસ્‍ચાર્જઃ ૩ કરોડ ૩૮ લાખ ૫૩ હજાર ૦૪૮
કુલ એક્‍ટિવ કેસઃ ૨ લાખ ૫૨ હજાર ૯૦૨
કુલ મોતઃ ૪ લાખ ૪૯ હજાર ૮૮૬
દેશમાં અત્‍યાર સુધીમાં ૯૧ કરોડથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્‍યા છે. જેમાંથી ૭૨,૫૧,૪૧૯ લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.   જે રાજયો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્‍ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
આઈસીએમઆરના જણાવ્‍યા મુજબ દેશમાં અત્‍યાર સુધીમાં ૫૭,૫૩,૯૪,૦૪૨ સેમ્‍પલ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે, જે પૈકી ૧૧,૪૧,૬૪૨ સેમ્‍પલનું ગઈકાલે ટેસ્‍ટિંગ થયું હતું.

 

(10:57 am IST)