Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ઓખા-ભાણવડ પાલીકામાં ભાજપ આગળઃ લીંબડી-સુરેન્‍દ્રનગરમાં ભગવો લહેરાયો

ઉપલેટાની એક બેઠકમાં કોંગ્રેસનો વિજય : સૌરાષ્‍ટ્રની નગર પાલીકા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીના પરીણામો જાહેર

રાજકોટ, તા., પઃ રવિવારે રાજકોટ જીલ્લા પંચાયત તથા સૌરાષ્‍ટ્રના નગરપાલીકાઓ અને તાલુકા તથા જીલ્લા પંચાયતની યોજાયેલી ચુંટણીના આજે પરીણામ જાહેર થયા છે. જેમાં દેવભુમી દ્વારકા જીલ્લાની ભાણવડ અને ઓખા પાલીકામાં ભાજપના ઉમેદવારો આગળ છે.
ભાણવડ વોર્ડ નં. ૧માં ભાજપનો ૩ બેઠક ઉપર અને કોંગ્રેસનો ૧ બેઠક ઉપર વિજય થયો છે.
જયારે ઓખા પાલીકામાં વોર્ડ નં. ૧માં ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા થયા છે.
દેવભુમી દ્વારકા જીલ્લાના ભાજપના પ્રભારી અને જુનાગઢ ભાજપના આગેવાન પ્રદીપભાઇ ખીમાણીએ જણાવ્‍યું હતું કે, બુથ માઇક્રો મેનેજમેન્‍ટ કરીને અમે ચુંટણી લડયા હતા.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જીલ્લામાં વોર્ડ નં. ૩-૪ અને પમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.
ઉપલેટા
(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા પાલીકાની વોર્ડ નં. ૫ ની પેટા ચુંટણીમાં કોંગ્રેસના દક્ષાબેન સંજયભાઇ વેકરીયાનો વિજય થયો છે. જયારે ભાજપના વિશાલબેન સોજીત્રા તથા આપના ઇલાબેન ગજેરાનો પરાજય થયો છે.
હળવદ
મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર જલાભાઇ ડાભીનો વિજય થયો છે. જયારે ભાજપના ઉમેદવાર દેવજીભાઇ વરાણીયાનો પરાજય થયો છે.
હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકમાં ભાજપનો વિજય થયો છે. આ બેઠકમાં ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્‍ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો.
સુરેન્‍દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ સુરેન્‍દ્રનગર જીલ્લાની લીંબડી અને સુરેન્‍દ્રનગર પાલીકાની બેઠકમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નં. ૬ની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર પરેશભાઇ કડીવાલ (પટેલ)નો વિજય થયો છે. આ બેઠકમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં હતા.

 

(10:56 am IST)