Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા 8 લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો :ઢસડાવા,મારપીટ , આઘાત અને બ્રેન હેમરેજથી થયા 8 મોત :રિપોર્ટમાં ગોળી વાગવાની વાત નથી કહેવામાં આવી

લખનૌ :  ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસામાં માર્યા ગયેલા 8 લોકોના પોસ્ટમૉર્ટમ રિપોર્ટ સામે આવી ગયા છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, કોઇનું મોત આઘાત લાગવાથી તો કોઇનું હેમરેજથી થયું છે. પરંતુ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ગોળી વાગવાની વાત નથી કહેવામાં આવી. સોમવારે આ હિંસામાં માર્યા ગયેલા લોકોનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું.

 માર્યા ગયેલા આઠ લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આ મુજબ છે

. લવપ્રીત સિંહ (ખેડૂત) - ટક્કરથી મૃત્યુ. શરીર પર ઈજાઓ મળી આવી હતી. આઘાત અને હેમરેજ મૃત્યુનું કારણ.

ગુરવિંદર સિંહ (ખેડૂત)- બે ઇજા અને ઢસડાવાના નિશાન મળ્યા. ધારદાર અને અણીવાળી વસ્તુથી ઇજા આવી. આઘાત અને હેમરેજ.

દલજીત સિંહ (ખેડૂત)- શરીર પર કેટલીક જગ્યાએ ઢસડાવાના નિશાન. એજ બન્યું મોતનું કારણ.

છત્રસિંહ (ખેડૂત)- મોત પહેલા આઘાત, હેમરેજ અને કોમા. ઢસડવાના પણ નિશાન મળ્યા.

શુભમ મિશ્રા (ભાજપ નેતા)- લાકડી-દંડાથી માર મરાયો. શરીર પર 12થી વધુ જગ્યાઓ પર ઇજાના નિશાન મળ્યા.

હરિઓમ મિશ્રાન (અજય મિશ્રાના ડ્રાઇવર)- લાકડી-દંડાથી માર મરાયો. શરીર પર અનેક જગ્યાઓ પર ઇજાના નિશાન. મોત પહેલા આઘાત અને હેમરેજ.

. શ્યામ સુંદર (ભાજપ કાર્યકર્તા)- લાકડી-દંડાથી માર મરાયો. ઢસડાવાથી 12થી વધુ ઇજા આવી.

. રમન કશ્યપ (સ્થાનિક પત્રકાર)- શરીર પર ઇજાના ગંભીર નિશાન. આઘાત અને હેમરેજથી મોત થયું.

(10:17 am IST)