Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

યોગી સરકારે 24 કલાકની અંદર મામલો થાળે પાડ્યો! બદલી રાજકીય પરિસ્થિત:વિપક્ષને અંદાજ પણ નહતો!

લખીમપુર ખીરી હિંસા પર વિપક્ષ પડ્યું શાંત: વિપક્ષના નેતાઓને ન મળી એન્ટ્: રી મોટા પ્રમાણમાં પ્રદર્શનની યોજના હતી, પરંતુ બધુ નિષ્ફળ નિવડ્યું.

 

નવી દિલ્હી :  લખીમપુર ખીરી હિંસા પર વિપક્ષનો દાવ ઠંડો પડ્યો છે. જે રીતે રવિવારે તિકુનિયા વિસ્તારમાં હિંસા ભડકી હતી, તેને અટકવાની સ્થિતિ ઓછી હતી. હિંસા વાળી રાત્રે પ્રિયંકા ગાંધી અને વિપક્ષના અન્ય બીજા નેતાઓએ જે રાજકીય હોબાળો મચાવ્યો તેનાથી યોગી સરકાર અને તંત્રના હાથ-પગ ફૂલી ગયા હતા, પરંતુ જે રીતે યોગી સરકાર દ્વારા 24 કલાકની અંદર સમગ્ર ઘટનાક્રમને મેનેજ કરવામાં આવ્યો તેનાથી વિપક્ષનો દાવ હવે ફરીથી ઠંડો પડતો દેખાઇ રહ્યો છે.

આ સમગ્ર ઘટનાક્રમને જોતા ઉત્તરપ્રદેશ સરકાર અલર્ટ પર હતી. તિકુનિયા વિસ્તારમાં ભારે પોલીસ ફોર્સે રવિવાર સાંજથી જ મોર્ચા સંભાળી લીધો હતો. આજે વિપક્ષ અને ખેડૂત નેતાઓ તરફથી મોટા પ્રમાણમાં પ્રદર્શનની યોજના હતી, પરંતુ બધુ નિષ્ફળ નિવડ્યું.

 

યુપી તંત્રના તમામ રાજનેતાઓને લખીમપુર ખીરી અને તિકુનિયા પહોંચવાની રાતોરાત રોકી લીધા. પ્રિયંકા ગાંધીને સીતાપુરમાં રોકી લીધા, ચંદ્રશેખર આઝાદને સીતાપુર ટોલ પ્લાઝા પર રોકવામાં આવ્યા. આ રીતે અન્ય નેતા જેવા શિવપાલ યાદવ, અખિલેશ યાદવ, જયંત ચૌધરીને લખીમપુર પહોંચતા પહેલા જ કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા. આ વચ્ચે માત્ર એક નેતા ત્યાં પહોંચ્યા, તે હતા રાકેશ ટિકૈત. ત્યારે, મુખ્યમંત્ર યોગી આદિત્યનાથે ઘટનાસ્થળે લખનૌથી એડીજી(લૉ એન્ડ ઑર્ડર) પ્રશાંત કુમારને મોકલવામાં આવ્યા અને સમગ્ર મુદ્દો ઉકેલવાની જવાબદારી સોંપી.

કરાર બાદ રાકેશ ટિકૈતે કહ્યું કે, વાતચીત દરમિયાન સરકારે અમારી તમામ માંગો માની લીધી છે. મૃતક ખેડૂતોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. પરિવારના એક સભ્યને સ્થાનિક સ્તરે સરકારી નોકરીનું વચન આપવામાં આવ્યું છે, જ્યારે ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર માટે 10-10 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. સાથ જ કેસની ન્યાયિક તપાસ હાઈકોર્ટના જજથી કરાવવામાં આવશે.

ટિકૈતે કહ્યું કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને તેમના દીકરા વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે. જોકે કરાર બાદ ટિકૈતે સ્પષ્ટ કહ્યું કે, જો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને તેમના દીકરાની ધરપકડ નહીં થાય તો આંદોલન થશે.
જોકે, હાલના ઘટનાક્રમ પર નજર નાખીએ તો ગોરખપુર હત્યાકાંડ, મહંત નરેન્દ્રગીરી કેસ, કાનપુરમાં 48 કલાકની અંદર 6 હત્યાઓના મામલે યોગી સરકાર ઘેરાઇ હતી. વિપક્ષ આ મામલાને લઇને યોગી સરકાર પર ત્રાટક્યા હતા. આ મામલાઓને થાળે પાડવા કેટલાક દિવસો ભલે લાગી ગયા હોય, પરંતુ જે પરિસ્થિતિ લખીમપુર ખીરીમાં હતી તેવી અહીં નથી. એટલા માટે કદાચ લખીમપુર હિંસા પર યોગી સરકારના નિર્ણયનો અંદાજ વિપક્ષને પણ નહતો.

(12:56 am IST)