Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

તામિલનાડુમાં વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે 7.5 ટકા અનામત અપાશે

મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને રાજ્યની વિધાનસભામાં એક બિલ રજૂ કર્યું

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને રાજ્યની વિધાનસભામાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં 7.5 ટકા અનામત આપવા માટે એક બિલ રજૂ કર્યું હતું. મુખ્યમંત્રીએ 26 ઓગસ્ટ ગુરુવારે આ બિલ રજૂ કર્યું છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વિટ કર્યું કે તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને રાજ્યની વિધાનસભામાં એક બિલ રજૂ કર્યું જે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં 7.5% અનામત પ્રદાન કરે છે.

અગાઉ, મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુના મેડિકલ અને ડેન્ટલ કોર્સમાં 10 ટકા અનામતને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી ન હતી. સ્ટાલિનના પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) દ્વારા આ સંદર્ભે એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેને પગલે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો હતો. આ પિટિશન મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે અનામતને લઈને કેન્દ્ર અને ડીએમકે સરકારને સામસામે લાવી હતી.

(12:00 am IST)