Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

નીતિ આયોગની કામગીરીથી નીતીશકુમાર નારાજ : કહ્યું - તમામ રાજ્યોને માપવા માટે એક આધાર ન હોવો જોઈએ

બિહારમાં થયેલા કામોની તપાસ કર્યા વગર રિપોર્ટ આપવો યોગ્ય નથી.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નીતિ આયોગની કામગીરી પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે દેશના તમામ રાજ્યોને માપવા માટે એક આધાર ન હોવો જોઈએ.

બિહારની આરોગ્ય વ્યવસ્થા અંગે નીતિ આયોગના રિપોર્ટ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે બિહાર સરકાર આ અંગે પોતાનો જવાબ મોકલશે.આ યોગ્ય નથી. બિહારમાં થયેલા કામોની તપાસ કર્યા વગર રિપોર્ટ આપવો યોગ્ય નથી.

તેમણે વધુમાં કહ્યું ‘મને નથી ખબર કે નીતિ આયોગ તેનું કામ કેવી રીતે અને કોના દ્વારા પૂર્ણ કરે છે. જો અમને નીતિ આયોગની આગલી બેઠકમાં જવાનો મોકો મળશે તો અમે ફરીથી તેમની સામે એક વાત મૂકીશું. મૂલ્યાંકન કરતા પહેલા મૂળભૂત બાબતો જાણવી જોઈએ. તમામ રાજ્યોને સમાન બતાવી દેવાએ યોગ્ય નથી.

મુખ્યમંત્રીએ કહ્યું કે દેશના તમામ રાજ્યોને માપવા માટે એક આધાર ન હોવો જોઈએ. જે વિકસિત રાજ્યો છે અને જે પછાત છે તેમને અલગથી જોવું જોઈએ. તેનાથી પછાત રાજ્યોને આગળ લાવવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી બિહાર દેશમાં વસ્તીની દ્રષ્ટિએ ત્રીજા નંબરે છે, પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ 12 મા સ્થાને છે. દેશમાં પ્રતિ ચોરસ કિલોમીટર સૌથી વધુ વસ્તી બિહારની છે, બિહારના આ સંજોગોને પણ ધ્યાનમાં રાખવા પડશે

મુખ્યમંત્રીએ કહ્યું કે બિહારમાં ઘણી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોની સ્થાપના કરવામાં આવી છે. ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. બિહાર સરકારે પટનામાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) માટે જમીનની વ્યવસ્થા કરી હતી જેથી ત્યાં કામ વહેલી તકે શરૂ થઈ શકે. પટનામાં એમ્સ પણ યોગ્ય રીતે ચાલી રહી છે. હોસ્પિટલોમાં પથારીની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે શું નીતિ આયોગને ખબર નથી કે પટના મેડિકલ કોલેજ હોસ્પિટલ (PMCH) ને 5,400 બેડની હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે અને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે બિહારમાં આરોગ્ય ક્ષેત્રે જે પણ કામ કરવામાં આવી રહ્યું છે, તેનો રિપોર્ટ હંમેશા નીતિ આયોગને મોકલવામાં આવે છે. દરેક વ્યક્તિ જાણે છે કે આરોગ્ય ક્ષેત્રે અગાઉ બિહારની સ્થિતિ શું હતી. અમે બિહાર વિશે અગાઉ એક અહેવાલ પણ વાંચ્યો હતો કે બિહારના ગરીબ પરિવારોને ખોરાક કરતાં સારવાર પર વધુ ખર્ચ કરવો પડે છે. અગાઉ બિહારમાં આરોગ્ય ક્ષેત્રે પાયાની સુવિધાઓનો અભાવ હતો. બહુ ઓછા લોકો બિહારની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જતા હતા. તે સમયે, હોસ્પિટલોમાં પથારી પર દર્દીઓને બદલે શ્વાન બેસતા હતા. અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં એક મહિનામાં સરેરાશ 39 લોકોની સારવાર કરવામાં આવતી હતી.

(11:25 pm IST)