Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

પેગમ્બરનું કાર્ટુન બનાવનારા સ્વીડનના આર્ટિસ્ટ લાર્સ વિલ્કસનું રોડ અક્સ્માતમાં અવસાન

દક્ષિણ સ્વીડનના મરકદરદ શહેરમાં એક ટ્રક સાથે કારની ટક્કર થઇ:આ ઘટનામાં લાર્સ વિલ્કસ ઉપરાંત બે પોલીસ કર્મચારીઓના પણ ઘટના સ્થળે મોત

કોપનહેગન :સ્વીડનના આર્ટિસ્ટ લાર્સ વિલ્કસનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. તે પેગમ્બરનું વિવાદિત કાર્ટુન બનાવીને દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. કાર્ટુનમાં કુત્તરાના શરીર પર પેૈગમ્બર સાહેબનું માથું લગાવતા ભારે વિવાદ થયો હતો. વિલ્કસએ કાર્ટુન બનાવ્યું જે વર્ષ ૨૦૦૭માં ડેન્માર્કના એક અખબારમાં પ્રકાશિત થયું હતું. સ્વીડનના તત્કાલિન વડાપ્રધાન ફેડરિક રેનફેલ્ડે પરીસ્થિતિ થાળે પાડવા માટે ૨૨ મુસ્લિમ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરી હતી. ઇરાકમાં સક્રિય અલ-કાયદાએ લાર્સ વિલ્કસનું માથુ લાવનારને એક લાખ અમેરિકી ડોલર ઇનામ આપવાની જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૧૫માં વિલ્કસ ડેન્માર્કના પાટનગર કોપનહેગનમાં અભિવ્યકિતની આઝાદી પરના એક સંમેલનમાં ભાગ લીધો હતો.

આ સંમેલનમાં ગોળીઓ છોડવામાં આવી હતી જે અંગે વિલ્કસનું માનવું હતું તેનો ટાર્ગેટ ખુદ હતા. જો કે વિલ્કસ બચી ગયા હતા પરંતુ એક ફિલ્મ ડાયરેકટરનું મુત્યુ થયું હતું. વિલ્કસ હંમેશા અધિકાર અને અભિવ્લકિત સ્વાતંત્રમાં માનતા હતા. તેમના કાર્ટુનને પશ્ચિમ દેશોના કેટલાક સમર્થકો માત્ર અભિવ્યકિત તરીકે જોડતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વિલ્કસ પોલીસવાહનમાં બેઠા હતા અને દક્ષિણ સ્વીડનના મરકદરદ શહેરમાં એક ટ્રક સાથે કારની ટક્કર થઇ હતી. આ ઘટનામાં લાર્સ વિલ્કસ ઉપરાંત બે પોલીસ કર્મચારીઓના પણ ઘટના સ્થળે મોત થયા છે જયારે ટ્રક ચાલકને ગંભીર ઇજ્જા થઇ હતી. ૭૫ વર્ષના વલ્કસને મોહમ્મદ પૈગમ્બરનનું કાટુન બનાવ્યા પછી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી આથી તેઓ ચૂસ્ત પોલીસ સુરક્ષામાં રહેતા હતા. મુસ્લિમ ધર્મમાં પૈગમ્બરનું ચિત્ર બનાવવું એ ઇશ નિંદા હોવાથી મુસ્લિમધર્મીઓનો ખોફ વ્હોરી લીધો હતો.

વિલ્કસનું રોડ અકસ્માતમાં કેવા સંજોગોમાં મુત્યુ થયું તે જાણવા મળતું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં આમાં કોઇની પણ શંકાસ્પદ ભૂમિકા હોય તેમ જણાતું નથી. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર વિલ્કસ જે ગાડીમાં સફર કરી રહયા હતા તે પોલીસની ગાડી ખૂબ જ ઝડપથી દોડી રહી હતી. વિલ્કસની ગાડીનું સંતુલન બગડી ગયું હતું અને કાર માર્ગના બીજા રસ્તા પર ફંટાઇ ગઇ હતી.કારની બોડી ઘસાવાથી કારમાં ભયંકર આગ લાગી હતી. જાણકારી મળવાની સાથે જ ઇમરજન્સી જેવાના કર્મચારીઓ ઘટના સ્થળે રવાના થયા હતા. અત્રે યાદ રહે ગત જુલાઇ મહિનામાં પૈગમ્બરનું અન્ય એક કાર્ટુન તૈયાર કરનારા ડેન્માર્કના કાર્ટુનિસ્ટ કર્ટ વેસ્ટરગાર્ડનું પણ ૮૬ વર્ષની ઉંમરે બીમારીથી અવસાન થયું હતું.

(11:16 pm IST)