Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

યુપીમાં રામરાજ્ય નહીં પણ કિલિંગ રાજ્ય: ભાજપ લોકશાહીમાં વિશ્વાસ ધરાવતો નથી: મમતા બૅનર્જી

મમતાએ કહ્યું-લખીમપુરની ઘટનાની ટીકા કરવા માટે મારી પાસે શબ્દો નથી. ભાજપ લોકશાહીમાં વિશ્વાસ ધરાવતો નથી, તે ફક્ત નિરંકુશતા ઈચ્છે છે

નવી દિલ્હી :  લખીમપુરની ઘટના સામે અનેક વિપક્ષી દળોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. મમતા બેનરજીએ જણાવ્યું કે આ ઘણું દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આ ઘટનાની ટીકા કરવા માટે મારી પાસે શબ્દો નથી. ભાજપ લોકશાહીમાં વિશ્વાસ ધરાવતો નથી, તે ફક્ત નિરંકુશતા ઈચ્છે છે. શું આ રામરાજ્ય છે, ના, આ તો કિલિંગ રાજ્ય છે

લખીમપુરની ઘટના સામે અનેક વિપક્ષી દળોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓ લખીમપુર ખેરી જઈ રહ્યા હતા પરંતુ પોલીસે તેમને અધવચ્ચે જ અટકાવી ને કસ્ટડીમાં લીધા હતા. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને લખનઉમાં તેમના વિક્રમાદિત્ય માર્ગ નિવાસસ્થાનની બહાર ધરણા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા કારણ કે તેમને લખીમપુર જવાની મંજૂરી નહોતી.

આ ઉપરાંત છત્તીસગઢના મુખ્યમંત્રી પણ લખીમપુર ખેરી જવાના હતા પરંતુ તેમના વિમાનને લખનઉ એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ ઘટના બાદ તરત જ મમતા બેનર્જીએ રવિવારે ટ્વીટ કર્યું હતું કે તેમણે લખીમપુર ખેરીમાં બનેલી બર્બર ઘટનાની સખત નિંદા કરી હતી. અમારા ખેડૂત ભાઈઓ પ્રત્યે ભાજપની ઉદાસીનતા મને ખૂબ દુ:ખ પહોંચાડે છે

(12:00 am IST)