Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

દુનિયાભરમાં વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન :યુઝર્સ ભારે પરેશાન

રાત્રે લગભગ 9.15 વાગ્યે ડાઉન થયા :ભારત સહિત ઘણા દેશોમાં લોકો સમસ્યાથી ત્રસ્ત

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ અને ફેસબુક વિશ્વભરમાં ડાઉન છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વિશ્વભરમાં ડાઉન છે. ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સોમવારે રાત્રે લગભગ 9.15 વાગ્યે ડાઉન થયા, જેના કારણે યુઝર્સને ઘણી મુશ્કેલી પડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભારત સહિત ઘણા દેશોમાં લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેના કારણે લોકો ટ્વિટર પર પણ સતત ફરિયાદ કરી રહ્યા છે.

(12:00 am IST)