Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ઇડીની મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી :યુનિટેકના સ્થાપક રમેશ ચંદ્રા અને પૂર્વ માલિક સંજય ચંદ્રાની પત્ની પ્રીતિ ચંદ્રાની ધરપકડ

સંજય ચંદ્રા અને તેનો ભાઈ પહેલેથી જ મુંબઈ જેલમાં બંધ

નવી દિલ્હી :  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં યુનિટેકના સ્થાપક રમેશ ચંદ્રા અને પૂર્વ માલિક સંજય ચંદ્રાની પત્ની પ્રીતિ ચંદ્રાની ધરપકડ કરી છે. સુત્રોના જણાવ્યા ED એ કાર્નોસ્ટી મેનેજમેન્ટ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના રાજેશ મલિકની પણ ધરપકડ કરી છે. આ કેસમાં ED ત્રણેયને આવતીકાલે એટલે કે મંગળવારે કોર્ટમાં રજૂ કરશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે સાંજે ત્રણેયની દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપ છે કે તેઓએ ખરીદદારોના નાણાંની ઉચાપત કરી હતી અને તે નાણાં રિયલ એસ્ટેટમાં રોક્યા હતા. તાજેતરમાં, ઇડીએ નોઇડામાં તેની સંપત્તિ પણ જપ્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંજય ચંદ્રા અને તેનો ભાઈ પહેલેથી જ મુંબઈ જેલમાં બંધ છે, તે પહેલા તેઓ તિહાર જેલમાં હતા. સુપ્રીમ કોર્ટના આદેશ પર તેને મુંબઈ જેલમાં ખસેડવામાં આવ્યો હતો.

(12:00 am IST)