Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

કાબુલમાં મસ્જિદની બહાર વિસ્ફોટ બાદ તાલિબાનની મોટી કાર્યવાહી: IS ના ઉત્તરે ખૈર ખાનામાં પર હુમલો

ઝબીહુલ્લાહ મુજાહિદની માતાના નિધન પર તાલિબાન અધિકારીઓ મસ્જિદમાં ભેગા થયા હતા

કાબુલ :  તાલિબાને હવે ઇસ્લામિક સ્ટેટને નિશાને લઈને હુમલો કર્યો છે. તાલિબાને જણાવ્યું હતું કે કાબુલમાં એક મસ્જિદની બહાર વિસ્ફોટથી કેટલાક લોકોને ઠાર માર્યાના કલાકો બાદ તેના દળોએ અફઘાનિસ્તાનની રાજધાનીમાં ઇસ્લામિક સ્ટેટના ઠેકાણા પર હુમલો કર્યો હતો.

તમને જણાવી દઈએ કે રવિવારે ઈદ ગાહ મસ્જિદની બહાર થયેલા વિસ્ફોટમાં પાંચ નાગરિકો માર્યા ગયા હતા. હુમલાની જવાબદારી કોઈએ સ્વીકારી નથી, પરંતુ હુમલા પછી તરત જ, ઇસ્લામિક સ્ટેટ જૂથ પર શંકા ગઈ, જેણે ઓગસ્ટના મધ્યમાં કાબુલ કબજે કર્યા બાદ તાલિબાન સામે હુમલાઓ તીવ્ર બનાવ્યા છે.

સંગઠનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદની માતાના નિધન પર તાલિબાન અધિકારીઓ મસ્જિદમાં ભેગા થયા હતા.

પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે તાલિબાન દળોએ કાબુલની ઉત્તરે ખૈર ખાનામાં ઇસ્લામિક સ્ટેટનાં કેન્દ્ર પર હુમલો કર્યો. જો કે, તેમણે એ નથી કહ્યું કે કેટલા IS આતંકવાદીઓ માર્યા ગયા છે અને કોઈ તાલિબાન લડવૈયાઓ પણ ઘાયલ થયા છે.

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી રવિવારના વિસ્ફોટ સૌથી ઘાતક હતા. આ પહેલા 26 ઓગસ્ટના રોજ, ઇસ્લામિક સ્ટેટ જૂથે કાબુલ એરપોર્ટની બહાર 169 થી વધુ અફઘાન અને 13 અમેરિકન સૈનિકોને મારતા ભયાનક હુમલાની જવાબદારી લીધી હતી.

(12:00 am IST)