Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

અંતરરસ્ટ્રીય સ્તરે નબળા ટ્રેંડના લીધે સોના ચાંદીમાં ઘટાડો : નીચી માંગના ડરથી ક્રુડના વાયદા ઘટી ગયા

સોનું પ્રતિ દસ ગ્રામ ૩૮૯ રૂપીયા ઘટીને સ્થાનીક બજારમાં ૫૧,૧૯૨ થયું હતું. ચાંદી પ્રતિ કિલ્લોએ ૪૬૬ ઘટીને ૬૧,૯૦૨ રૂપીયા થયેલ : ક્રુડ ઑઇલના વાયદાનો ભાવ પ્રતી બેરલ ૧.૫૫ ટકા ઘટીને ૨૭૯૩ રૂપીયા થયેલ હતો

નવી દિલ્હીઃ નબળા વૈશ્વિક ટ્રેન્ડના લીધે સોમવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સોનું પ્રતિ દસ ગ્રામે 389 રૂપિયા ઘટીને સ્થાનિક બજારમાં 51,192 થયુ હતુ. સોનુ અગાઉના સત્રના અંતે પ્રતિ દસ ગ્રામે 51,581 રૂપિયા પર બંધ હતુ. જ્યારે ચાંદી પણ પ્રતિ કિલોએ 466 રૂપિયા ઘટીને 61,902 રૂપિયા થઈ હતી, જે અગાઉના સત્રના અંતે 62,368 રૂપિયા પર બંધ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રતિ ઔંસ 1,892 ડોલર પર ટ્રેડ થતુ હતુ, જ્યારે ચાંદીમાં પ્રતિ ઔંસ 23.81 ડોલરે સોદા પડતા હતા.

અમદાવાદમાં સ્થાનિક બજારમાં 99.9 સોનાનો  ભાવ ઘટીને 51,300-52,100 થયો હતો. જ્યારે 99.5 કેરેટ સોનાનો ભાવ 51,100-51,900 હતો. જ્યારે હોલમાર્ક સોનાનો ભાવ 51060 હતો.

ચાંદી ચોરસાનો ભાવ 58,200-61,200 હતો, જ્યારે ચાંદી રૂપુનો ભાવ 58,000-61,000 હતો. ચાંદીના જૂના સિક્કાનો ભાવ 575-775 હતો.

સોના-ચાંદીની સાથે ક્રૂડના વાયદાએ પણ ઘટાડો નોંધાવ્યો હતો. એમસીએક્સ પર ક્રૂડ ઓઇલના વાયદાનો ભાવ પ્રતિ બેરલ 1.55 ટકા ઘટીને 2,793 રૂપિયા થયો હતો. બજારના સહભાગીઓએ નીચી માંગના ડરે તેમની પોઝિશન ઘટાડતા ભાવ ઘટ્યો હતો. જ્યારે ઓકટોબર ડિલિવરીના ક્રૂડનો ભાવ 44 રૂપિયા કે 1.55 ટકા ઘટીને 2,793 થયો હતો. તેમા 3,366 લોટનું બિઝનેસ વોલ્યુમ જોવા મળ્યું હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં ડબલ્યુટીઆઇ ક્રૂડનો ભાવ 2.70 ટકા ઘટીને પ્રતિ બેરલ 38.05 ડોલર હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 2.34 ટકા ઘટીને 40.19 ડોલર ચાલતો હતો.

(8:21 pm IST)