Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

કોર્ષમાં કાપ મુકાયા બાદ ધોરણ 9થી 11 અને બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર .:21 મેથી ધોરણ 10 અને 12 તેમજ જૂનમાં ધોરણ 9 અને 11ની પરીક્ષા લેવાશે

અમદાવાદ : લોકડાઉન અને ત્યાર બાદ ફેલાયેલા કોરોના સંક્રમણના કારણે આર્થિક અને શૈક્ષણીક સ્થિતી ખુબ જ ડામાડોળ થઇ છે. દેશની તમામ શાળાઓ 6 મહિના કરતા પણ વધારે સમય માટે બંધ રહી હતી. જેના કારણે બાળકોનું શિક્ષણકાર્ય બંધ રહ્યું અથવા તો ઓનલાઇન માધ્યમ દ્વારા થયું. જેના કારણે સરકાર દ્વારા આ અભ્યાસક્રમ સાથે તાલમેલ નહી મેળવી શકેલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર થયા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓનાં હિતમાં નિર્ણય લીધો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે 4 બેઠકો યોજી હતી. ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ અંગેની દ્વિધા મુખ્યમંત્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ શિક્ષણવિદો સાથે ચર્ચા કરી હતી. 21 મેના રોજ ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જૂનમાં ધોરણ 9 અને 11ની પરીક્ષા લેવામાં આવશે.

 

(7:33 pm IST)