Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

દેશની પ્રાદેશિક ગ્રામીણ બેંકોએ નાણાકીય વર્ષ 2020માં 2206 કરોડની ખોટ: નાબાર્ડ

કુલ કાર્યરત ૪૫ બેંકો પૈકી ૨૬ બેન્કોએ નફો જયારે ૧૯ બેન્કોએ નુકશાન કર્યું

નવી દિલ્હી : દેશની પ્રાદેશિક ગ્રામીણ બેંકોને નાણાકીય વર્ષ 2020 માં 2206 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે જ્યારે નાણાકીય વર્ષ 2019 માં ખોટ 652 કરોડ હતી. નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા પ્રકાશિત ડેટા દ્વારા આ વાતનો ખુલાસો થયો છે

  . રિપોર્ટ અનુસાર કુલ ૭.૭ લાખ કરોડનું તારણ ઓવર નોંધાયું છે .કુલ કાર્યરત ૪૫ બેંકો પૈકી ૨૬ બેન્કોએ નફો જયારે ૧૯ બેન્કોએ નુકશાન કર્યું છે. 31 માર્ચ 2020 સુધીમાં દેશના 685 જિલ્લાઓમાં 45 Regional Rural Banks - RRB કાર્યરત છે. આ RRB 26 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે. 15 કમર્શિયલ બેંકો દ્વારા પ્રાયોજિત છે અને 21850 શાખાઓનું નેટવર્ક ધરાવે છે. એન્સ્યુર પોર્ટલ પર RRBએ જાહેર કરેલા ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2019-20માં 26 આરઆરબીએ 2203 કરોડનો નફો મેળવ્યો છે. જ્યારે 19 બેંકોને 4409 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તમામ RRB ની વિગતોનું સરવૈયું ધ્યાને લેવાય તો કુલ ખોટ 2206 કરોડ રૂપિયા ગણવાપાત્ર થાય છે

   પાછલા નાણાકીય વર્ષમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકોની કુલ બિન-પરફોર્મિંગ એસેટ્સ -NPA માં નજીવો ઘટાડો થયો છે. આરઆરબીની કુલ એનપીએ 31 માર્ચ 2020 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે બાકી રહેલ કુલ લોનના 10.4% રહી હતી જ્યારે નાણાકીય વર્ષ 2019 માં તે 10.8 ટકા હતો. 31 માર્ચ 2020 સુધી 45 RRB માંથી 18 માં 10 ટકાથી વધુની કુલ એનપીએ હતી.

  નાણાકીય વર્ષ 2020 માં RRB ના બિઝનેસમાં સરેરાશ વૃદ્ધિ 8.6 ટકા રહી છે. નાણાકીય વર્ષ 19 માં ધંધાનો વિકાસ 9.5 ટકા હતો. છેલ્લા નાણાકીય વર્ષમાં તમામ RRBનું કુલ ટર્નઓવર રૂ. 7.77 લાખ કરોડ થયું છે. નાણાકીય વર્ષ 2019-20માં RRB ની થાપણો અને એડવાન્સિસમાં અનુક્રમે 10.2 અને 9.5 ટકાનો વધારો થયો છે સાથે કુલ બાકી લોન રૂ. ૨.૮ લાખ લાખ કરોડ છે.

(1:15 pm IST)