Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ભારત-રૂસ વચ્ચે S-400 મિસાઇલ ડીલ : અમેરિકાની ઐસી કી તૈસી... પાકિસ્તાનના તો છક્કા છુટી જશે

૩૬૦૦૦ કરોડની ડીલ ઉપર મ્હોર : દિલ્હીમાં મોદી - પુટીન વચ્ચે સફળ મંત્રણા : બીજા અનેક કરારો

નવીદિલ્હી, તા.૫: ભારત અને રશિયા વચ્ચે બહુપ્રતિક્ષિત ૬-૪૦૦ મિસાઇલ ડિફન્સ સિસ્ટમ ડીલ પર હસ્તાક્ષર થઇ ગયા છે. આ કરાર હેઠળ ભારત રશિયા સાથે એસ-૪૦૦ મિસાઇલ ડિફન્સ સીસ્ટમ ખરીદશે રશિયાના રાષ્ટ્રપતિ (લાદિમીર પુતિનની સાથે વડાપ્રધાન નરેન્દ્રમોદીની દ્વિપક્ષીય વાર્તાબાદ નવી દિલ્હીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

આ ઉપરાંત કેટલાક અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પણ ભારત અને રશિયાએ કરાર કર્યા છે. ભારત અને રશિયા વચ્ચે એસ-૪૦૦ ઉપરાંત અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ કરાર થયો એક ઇન્ડિયન મોનિટરિંગ સ્ટેશન સાઇબીરીયા પાસે રશિયાના નોવોસિવિર્ક શહેરમાં સ્થાપિત કરવામાં આવશે થોડાક સમયમાં બંને નેતાઓ સંબોધન કરશે.

ભારત-રશિયા વચ્ચે S-400 મિસાઇલ ડીલનો અમેરીકાએ પ્રખર વિરોધ કર્યા હતો. અમેરિકાને રશિયા અને ભારતની આ મિત્રતા પચી રહી નથી. બાજુબાજુ પાકિસ્તાનની નજર પણ આ ડીલ પર હતી.

સૂત્રોના હવાલે એવા અહેવાલ આવી રહ્યાં છે કે ભારત અને રશિયા વચ્ચે આજે થઈ રહેલી શિખર વાર્તામાં એસ-૪૦૦ ટ્રાયન્ફ એર ડિફેન્સ સિસ્ટમને લઈને ડીલ થઈ ગઈ છે. બંને દેશો વચ્ચે આ અંગેની ડીલ પર હસ્તાક્ષર પણ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ ભારત આ એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ૫ રેજિમેન્ટ્સ ખરીદવાનું છે. આ ઉપરાંત અંતરિક્ષ ક્ષેત્રમાં પણ આપસી સહયોગને લઈને બંને દેશો વચ્ચે કરાર થયો છે. જે હેઠળ સાઈબેરિયાના નોવોસિબિસર્કમાં એક ભારતીય મોનીટરિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે. હસ્તાક્ષર થનારા કરારથી રક્ષા, અંતરિક્ષ, વ્યાપાર, ઉર્જા અને પર્યટન જેવા પ્રમુખ ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન મળશે

આજે ૧૯થી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન યોજાયું છે. સંમેલનમાં બંને નેતાઓ વિભિન્ન દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરશે. તેમાં મોસ્કો વિરુદ્ઘ અમેરિકી પ્રતિબંધ અને આતંકવાદ વિરોધી સહયોગ સામેલ છે. રશિયન રાષ્ટ્રપતિ સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. જેમાં નાયબ વડાપ્રધાન યુરી બોરિસોવ, વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને વ્યાપાર તથા ઉદ્યોગમંત્રી ડેનિસ મંતુરોવ સામેલ છે.

પુતિનની આ મુલાકાતથી ભારતને એક નવી તાકાત મળશે જેથી વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધારે મોટું થશે. પુતિનની આ મુલાકાત ઉપર અમેરિકાની પણ કડક નજર છે.  અમેરિકાને ભારત-રશિયાની આ મિત્રતા પસંદ નથી. બીજી બાજુ પાકિસ્તાનની પણ આ મુલાકાત ઉપર નજર હતી.

પુતિનની ભારત યાત્રા પહેલાં જ અમેરિકાએ તેમના સહયોગી દેશોને રશિયા પાસેથી કોઈપણ પ્રકારની મહત્વની ખરીદી-કરાર ન કરવાની ચેતવણી આપી છે. અમેરિકાએ સંકેત આપ્યો છે કે, જો અમેરિકાનો કોઈ સહયોગી દેશ રશિયા સાથે કરાર કરશે તો અમેરિકા તેમની સાથેના સંબંધો પર પ્રતિબંધ લગાવી શકે છે.

ભારતે પણ સંકેત આપ્યા છે કે, અમેરિકન પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. તાજેતરમાં ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સિતારમણે કહ્યું છે કે, ભારતે તેની સંપ્રુભતા જાળવી રાખી છે. તેના જ અંતર્ગત ભારતના અન્ય દેશો સાથેના સંબંધો જળવાયેલા છે.  મોદી અને પુતિન વચ્ચે વેપાર, રોકાણ, કનેકિટવિટી, ઉર્જા, અંતરિક્ષ અને પર્યટન જેવા દ્યણાં મુદ્દાઓ પર ચર્ચા થઇ.(૨૨.૧૬)

(3:41 pm IST)