Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

શ્રાદ્ધ પક્ષમાં આજે ગુરૂપુષ્‍ય યોગઃ ધનતેરસ જેવો જ શુભઃ આ નક્ષત્ર દરમિયાન કરાયેલા કાર્યો શુભ ફળ આપે

જ્યોતિષો ગુરૂ પુષ્ય યોગને ખૂબ જ વિશિષ્ટ અને શુભ ફળ આપનારો યોગ માને છે. આ યોગમાં કરેલા કાર્યો સફળતા અપાવે છે. ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોય તે સંયોગને શુભ માનવામાં આવે છે. આજે શ્રાદ્ધ પક્ષમાં ગુરુ પુષ્ય યોગ ઊભો થયો છે. આ યોગ ધનતેરસ જેવો જ શુભ મનાય છે. જાણો આજના દિવસે કયા કામ કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે.

ભગવાન રામનો જન્મઃ

પુષ્ય નક્ષત્રને બધા જ નક્ષત્રમાં સૌથી શુભ મનાય છે. ભગવાન રામનો જન્મ પણ પુષ્ય નક્ષત્રમાં જ થયો હતો. તે ખૂબ જ શુભ અને લાભકારી હોય છે. આ નક્ષત્ર દરમિયાન કરાયેલા કામ ખૂબ જ શુભ ફળ આપે છે.

ધનતેરસ જેટલું જ મહત્વઃ

શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ મળએ છે કે ધન અને વૈભવની દેવી માતા લક્ષ્મનો જન્મ આ જ નક્ષત્રમાં થયો હતો. પુષ્ય નક્ષત્ર રવિવારનું હોય તો તેને રવિપુષ્ય અને ગુરુવારનું હોય તો તેને ગુરુપુષ્ય યોગ કહેવાય છે. આ બંને યોગ ધનતેરસ અને ચૈત્ર પ્રતિપદા જેવા શુભ મનાય છે.

અશુભ ચોઘડિયાને પણ શુભ બનાવી દે છેઃ

ચંદ્ર રાશિના ચોથા, આઠમા કે બારમા ભાવમાં હોય તો તેને અશુભ માનવામાં આવે છે. પરંતુ પુષ્ય સંયોગ એટલો શુભ મનાય છે કે તે અશુભને પણ શુભ બનાવી દે છે. આ જ કારણ છે કે 27 નક્ષત્રોમાંથી પુષ્યને સૌથી શુભ માનવામાં આવે છે.

ભૂમિ પૂજન માટેઃ

જો તમે પોતાનું ઘર બનાવવાનું વિચારતા હોવ તો આજે ભૂમિ પૂજન કરીને શિલાન્યાસ કરી શકો છો. આમ કરવાથી ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બરકરાર રહે છે.

ઉદઘાટન માટેઃ

શુભ મૂરતમાં તમે ઘર કે દુકાનનું ઉદઘાટન પણ કરી શકો છો.

સોનાની ખરીદીઃ

આ અવસર પર સોનાની ખરીદી કરવી શુભ મનાય છે. આ દિવસે સોનુ ખરીદવાનું મહત્વ ધનતેરસથી કમ નથી.

(12:00 am IST)