Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

સાઉથ કોરિયાએ લોન્ચ કર્યુ પ્રથમ મૂન મિશન: લ્યૂનર ઓર્બિટમાં પહોંચનારો 7મો દેશ બનશે

અવકાશયાનને બનાવવા માટે $180 મિલિયનનો ખર્ચ થયો: છ પેલોડ્સમાં NASA કૅમેરાનો સમાવેશ:ભારત સહિત ત્રણ એશિયન દેશો બાદ દક્ષિણ કોરિયા ચોથો દેશ બનશે

નવી દિલ્હી : સાઉથ કોરિયાએ તેનું પ્રથમ મૂન મિશન  લોન્ચ કર્યું છે. જો આ મિશન સફળ થશે તો દક્ષિણ કોરિયા ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પહોંચનારો સાતમો દેશ બની જશે. કોરિયાએ તેના ચંદ્ર ભ્રમણકક્ષાનું નામ ડેનુરી રાખ્યું છે, જેને સ્પેસએક્સ રોકેટ ફાલ્કન-9ની મદદથી ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયાએ તાજેતરમાં સ્પેસ રોકેટ લોન્ચિંગ ક્ષમતા વિકસાવી છે. આ મિશન કોરિયા એરો સ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા નાસાની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે, જેનું વજન 678 કિલો છે અને કોરિયન સાધનો છ પેલોડ સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે.

ડનુરી આ વર્ષે ડિસેમ્બરમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશવાની અપેક્ષા છે, જ્યાં તે ભવિષ્યના મિશન માટે લેન્ડિંગ સ્પેસ શોધશે. આ સિવાય ચંદ્ર પર્યાવરણ માટે કેટલીક વૈજ્ઞાનિક શોધો કરશે અને તેનાથી સ્પેસ ઈન્ટરનેટ ટેક્નોલોજીના પરીક્ષણમાં પણ મદદ મળશે. જો આ મિશન સફળ થશે તો દક્ષિણ કોરિયા ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચનાર ચીન, જાપાન અને ભારત પછી વિશ્વનો સાતમો અને એશિયાનો ચોથો દેશ બની જશે.

અવકાશયાનને બનાવવા માટે $180 મિલિયનનો ખર્ચ થયો છે અને છ પેલોડ્સમાં NASA કૅમેરાનો સમાવેશ થાય છે, જેની મદદથી ભવિષ્યના પ્રક્ષેપણની શોધ માટે છબીઓ લઈ શકાય છે. ખાસ વાત એ છે કે સ્પેસક્રાફ્ટનું લેન્ડિંગ એવી જગ્યાએ કરવું પડે છે, જ્યાં હંમેશા અંધારું હોય અને અગાઉની શોધ મુજબ આ વિસ્તાર બરફની ચાદરથી ઢંકાયેલો હોય છે. નાસાની શોધ પહેલા એવું જાણવા મળ્યું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં પાણી જમા થઈ ગયું છે.

 

એવું કહેવામાં આવ્યું છે કે ડનુરી એક વર્ષ સુધી ચંદ્રની પરિક્રમા કરશે અને સર્કુલર ઓર્બિટમાં 100 કિમીની ઊંચાઈ પર 90 ડિગ્રીના ઈન્કિલનેશન એન્ગલ સાથે ગોળાકાર ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરશે. જો આ મિશન સફળ થાય છે તો તે રશિયા, જાપાન અને ભારતના ચંદ્ર મિશનને પણ મદદ કરશે. જે આ વર્ષે અથવા પછીથી લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારત આ વર્ષે તેનું ચંદ્રયાન-2 મિશન લોન્ચ કરી શકે છે, જેમાં – જો દક્ષિણ કોરિયાનું મિશન સફળ થાય છે તો તે મદદરૂપ સાબિત થઈ શકે છે.

(8:39 pm IST)