Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

370 ખતમ ;કાશ્મીરમાં હવે કોઈપણ સત્તામાં આવે સીએમથી વધુ ઉપ રાજ્યપાલ હશે વધુ તાકાતવર

 

નવી દિલ્હી :કલમ 370 હટાવતા કાશ્મીરમાં હવે કોઈપણ સત્તામાં આવે સીએમ કરતા ઉપ રાજ્યપાલ વધુ તાકાતવર હશે જમ્મુ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવાનો પ્રસ્તાવ પાસ થતા જાહેરનામા મુજબ જમ્મુ કાશ્મીર અને લડાખ કેન્દ્ર સાશિત પ્રદેશ હશે જ્યાં ચૂંટાયેલ સરકાર હશે જેમાં કેન્દ્રની ભલામણ પર રાષ્ટ્રપતિ ઉપ રાજ્યપાલ નિયુક્ત કરશે

  ઉપ રાજ્યપાલના નામની ભલામણ કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિને કરી શકશે ,રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકાર દ્વારા ભલામણ કરાયેલ નામ પર મહોર લગાવવા બાધ્ય નથી સામાન્ય રીતે નામ પર રાષ્ટ્રપતિ મહોર લગાવતા હોય છે આમ છતાં રાષ્ટ્રપતિ ઈચ્છે તો મનાય કરી શકે છે

હવે દિલ્હીની માફક સુરક્ષા વ્યવસ્થાના નિયમો હશે બંધારણીય વ્યવસ્થા મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશની સુરક્ષાની જવાબદારી ભારત સરકારના ગૃહ મંત્રાલય પાસે હોય છે જમ્મુ કાશ્મીરમાં પણ હવે નિયમ લાગુ પડશેઆઈએએસ,અને આઇપીએસ ઓફિસરોની તૈનાતીનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે એટલે કે ઉપ રાજ્યપાલ પાસે હશે ઉપ રાજ્યપાલ કેન્દ્રના નિર્દેશ મુજબ સુરક્ષ સબંધી નિર્ણ્ય લેશે

(12:54 am IST)