Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

કલમ ૩પA અને ૩૭૦ સમાપ્ત થતાં

કોઇપણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે : સરકારી નોકરી મેળવી શકશે : શિક્ષણ લઇ શકશે

અમિત શાહે આજે વિધાનસભામાં જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં 35 એ અને કલમ 370 સમાપ્ત કરવામાં આવશે. ત્યારે એ સમજવું જરૂરી છે કે શું છે આર્ટીકલ 35 .શું છે કલમ 35A? કલમ 35A જમ્મુ કાશ્મીર રાજયની સ્થાઇ નાગરિકતાના નિયમ અને નાગરિકોના અધિકાર નક્કી કરે છે. 14 મે 1954 પહેલા જે લોકો કાશ્મીરમાં વસ્યા હતા તેને જ અહીંના સ્થાઇ નિવાસી માનવામાં આવે છે. અને તે લોકો જ અહીં જમીન ખરીદી શકે છે. તથા સરકારી રોજગાર અને સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે. વળી બીજા રાજયથી આવતા લોકો અહીં ના તો જમીન ખરીદી શકે છે ના તો રાજય સરકાર તેને નોકરી આપી શકે છે. વળી જમ્મુ કાશ્મીરની કોઇ પણ મહિલા અન્ય કોઇ રાજયના વ્યકિત સાથે લગ્ન કરે તો તેના આ અધિકાર છીણવાઇ જાય છે. જો કે પુરુષો મામલે નિયમ અલગ છે. જોકે હવે આ નિયમને સમાપ્ત કરવામાં આવ્યો છે.લમ 35A ને લઇને મોટી ફરિયાદ તે પણ છે કે તેને 1954®¾‚ સંસદની અનુમતિ વગર રાષ્ટ્રપતિના આદેશથી સંવિધાનમાં જોડવામાં આવ્યું હતું. જાણકારોનું માનીએ તો રાષ્ટ્રપતિના આદેશથી જ આ નિયમને સમાપ્ત કરી શકાય છે.હવે વાત તે છે કે કલમ 35A સમાપ્ત થતા જ દેશનો કોઇ પણ નાગરિક જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકશે, સરકારી નોકરી મેળવી શકશે. ઉચ્ચ શિક્ષા સંસ્થાનોમાં દાખલો મેળવી શકશે. જે હેઠળ કોઇ પણ વ્યકિત કાશ્મીરમાં જઇને રહી શકશે. અને વેસ્ટ પાકિસ્તાનના નિરાક્ષિતોને પણ વોટિંગનો અધિકાર મળી શકે છે.જો કે કાશ્મીરની રાજનૈતિક પાર્ટીઓને એક રીતે આ વાતથી નુકશાન જરૂરથી થશે. કારણ કે કલમ 35A સમાપ્ત થઇ તો તેમની પકડ નબળી પડશે. હાલ કાશ્મીર મુસ્લિમ બહુમતી વાળું રાજય છે. અન્ય રાજયથી જો લોકો અહીં આવશે તો અહીંની સ્થાનિક રાજનૈતિક પાર્ટીઓને નુકશાન થશે. ગત 70 વર્ષોમાં આવો કોઇ બદલાવ નથી થયો.

(4:19 pm IST)