Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

પીડીપીના સાંસદોનો હંગામોઃ બંધારણ તથા કપડા ફાડયા

સરકારના નિર્ણયથી વિપક્ષો વિફર્યાઃ ગુલામ નબી આઝાદ ધરણા ઉપર બેઠા : પીડીપીના સાંસદ મીર ફૈયાઝે પોતાનો ઝભ્ભો ફાડી કર્યુ વિરોધ પ્રદર્શનઃ અન્યો પણ જોડાયા

નવી દિલ્હી, તા., ૫:  જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને હટાવા માટે ગૃહમંત્રીએ સંકલ્પ પત્ર રજુ કરવાની સાથે જ ગૃહમાં ભારે ધમાલ શરૂ થઇ ગઇ. પીડીપીના બે સાંસદોએ સરકારના પ્રસ્તાવના વિરોધમાં રાજયસભામાં બંધારણ ફાડવાના પ્રયત્નો કર્યાં. રાજયસભાના સભાપતિ વેંકેંયા નાયડુએ બંન્ને સાસદોને બહાર મોકલી દેવાયા. સદનની બહાર પણ બંન્ને સાંસદોનો વિરોધ ચાલુ જ રહયો અને બંન્નેએ તેમના કપડા ફાડી નાખ્યા અને ગુલામ નબી આઝાદ ધરણા પર બેસી ગયા.

રાજયસભાના સભાપતી વેંંકૈયા નાયડુએ જણાવ્યંુ કે પીડીપીના સાંસદ મીર ફયાઝ અને નાઝીર અહમદ લાવેને સદનમાંથી બહાર જવાનો નિર્દેશ આપવામાં આવ્યો. બંન્ને સાંસદોએ રાજયસભામાં ભારતના સંવિધાનને ફાડવાના પ્રયત્નો કર્યા. પીડીપી સાંસદ વિરોધમાં કાળી પટ્ટી લગાવીને પહોંચ્યા અને જોર-શોરથી નારા લગાવીને કપડા ફાડી નાખ્યા.

બિલનો વિરોધ કરનાર વિપક્ષી સાંસદો પર નિશાન સાધીને શાહે કહયું કે છેલ્લા ૭૦ વર્ષમાં ૩ પરીવારોએ જમ્મુ કાશ્મીરને લુંટવાનું કમ કર્યુ છે. આજે તે રાજય સાથે ન્યાય થશે અને આ બિલ પ્રદેશ વિકાસ માટે ખુબ જ મહત્વપુર્ણ છે. કોંગ્રેસના સાંસદોએ પણ રાજયસભામાં સરકારનો નિર્ણય કરીને કહયું કે મોદી સરકાર તાનાશાહની સમાન કામ કરી રહી છે. કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે કહયું કે દેશમાં યુધ્ધ જેવી સ્થિતિ બની ગઇ છે.

જમ્મુ-કાશ્મીર અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હલચલ પરથી પડદો હટાવીને ગૃહમંત્રી અમિત શાહે કલમ ૩૭૦નું સંકલ્પ બિલ રાજયસભામાં રજુ કરી દીધું છે. બિલ રજુ કરતાની સાથે જ વિપક્ષ દળો કોંગ્રેસ અને પીડીપીએ ભારે ધમાલ કરી અને સંસદમાં જાણે તોફાન આવી ગયું હોય તેવું જણાતું હતું. તેની સાથે જ સંસદની કાર્યવાહી સ્થગીત કરવામાં આવી. ગૃહમાં એઆઇએડીએમકોએ આ બીલનું સમર્થન કર્યુ છે.

(3:12 pm IST)