Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

સૌથી વિશાળ લોકતંત્રનું સંસદભવન સૌથી ભવ્ય અને આકર્ષક બને તેવી સૌની આકાંક્ષા :અધ્યક્ષ ઓમ બિડલા

શની આ સૌથી પવિત્ર અને મહાન ધરોહરનું ઉત્તરદાયિત્વ પણ વધાર્યું

નવી દિલ્હી :આજે લોકસભાની કાર્યવાહીની અધ્યક્ષતા કરતા લોકસભાના અધ્યક્ષ ઓમ બીડલાએ કહ્યું કે સૌની આકાંક્ષા છે કે સૌથી વિશાળ લોકતંત્રનું સંસદભાવ ભવ્ય અને આકર્ષક બને ,તેઓએ કહ્યું કે ભારતીય ગણરાજ્યના સૌથી મોટા મંદિર સંસદભવન છે જે પોતાના 92 સ્વર્ણિમ વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે તમામ રાજનીતિક નિર્ણ્ય લેવાય છે 

  તેઓએ વધુમાં કહ્યું કે સ્વતંત્રતા બાદથી અત્યાર સુધી લોકતંત્રના વધતા સ્વરૂપે દેશની આ સૌથી પવિત્ર અને મહાન ધરોહરનું ઉત્તરદાયિત્વ પણ વધાર્યું છેઅને તેનાથી દેશની અપેક્ષાઓનો વિસ્તાર થયો છે એવામાં આ આપણા બધાની આકાંક્ષા છે કે વિશ્વના સૌથી મોટા ગણરાજ્ય અને સૌથી વિશાલ લોકતંત્રનું સંસદભવન સૌથી ભવ્ય અને સૌથી આકર્ષક બને તેમ ન્યુઝ ફ્રસ્ટનો હેવાલ જણાવે છે

 તેઓએ વડાપ્રધાનને આગ્રહ કર્યો કે ભારતની આઝાદીના 75 વર્ષ 2022 સુધી પુરા થવા પર નવ ભારતના તેના સંકલ્પમાં સંસદભવનના વિસ્તાર અને આધુનિકરણનો પણ સમાવેશ કરાય

તેઓએ સદનના તમામ સદસ્યોની તરફથી દેશ અને સરકારને એ વિશ્વાસ દેવડવાએ કે સંસદની પવિત્રતા અને ગરિમાને અકબંધ રાખવામાં આવે તેમ ન્યુઝ ફર્સ્ટના અહેવાલમાં જણાવાયું છે

(2:34 pm IST)