Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

કાશ્મીરના લોકો માટે દુઃખની લાંબી રાત ખતમ કરવાનો સમય ;ઇમરાનખાનનું ગર્ભિત નિવેદન

દક્ષિણ એશિયામાં શાંતિ બનાવી રાખવા એકમાત્ર રસ્તો કશ્મીરમાં શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણ સમજૂતી છે

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાની વધતી હિલચાલ વચ્ચે સરહદે તણાવપૂર્ણ માહોલ છે ,પાકિસ્તાની આર્મી પણ કાશ્મીરની હિલચાલ પર નજર રાખી રહયું છે પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ભારતીય સેનાએ ક્લસ્ટર બૉમ્બ હુમલો કર્યો છે બંને દેશો વચ્ચે તણાવ બાદ હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનને ટ્વીટ કર્યું કે એલઓસી પર નિર્દોષ લોકો પર ભારત તરફથી કરાયેલ હુમલાની નિંદા આકરું છું

   વધુમાં ઇમરાને કહ્યું કે ભારત તરફથી ક્લસ્ટર બોમ્બના ઉપયોગનો ઉપયોગ કરાયો છે તે 1983 કન્વેશન ઓન સર્ટન કન્વેશનલ વેપન્સનું ઉલ્લંઘન કરે છે તેઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને અપીલ કરી કે આંતર રાષ્ટ્રીય ખતરો અને દુનિયામાં શાંતિ માટે ધ્યાન આપે

   ઇમરાનખાને કહ્યું કે કાશ્મીરના લોકો માટે દુઃખની લાંબી રાત ખતમ કરવાનો સમય છે તેઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદથી અપીલ કરી કે તે પોતાના અધિકારનો ઉપયોગ કરે અને કાશ્મીરની શાંતિ મટે મહત્વપૂર્ણ પગલાં ભરે ,તેઓએ કહ્યું કે દક્ષિણ એશિયામાં શાંતિ બનાવી રાખવા એકમાત્ર રસ્તો કશ્મીરમાં શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણસમજૂતી છે

(11:00 am IST)