Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ગ્રામીણ મહિલાઓને સશકત બનાવવા સીએલપી ઈન્ડીયાનું સેવા સંસ્થા સાથે જોડાણ

મહિલાઓનું જીવન ધોરણ સુધરશેઃ સ્વાસ્થ્ય-સુખાકારી પણ વધશે

મુંબઈ, તા. ૫ :. સીએલપી ઈન્ડીયા ભારતીય પાવર સેકટરમાં સૌથી મોટી વિદેશી રોકાણકાર કંપનીએ હવે સેલ્ફ એમ્પ્લોઈડ વુમન્સ એસોસીએશન એટલે કે સેવાની સાથે ભાગીદારી કરી છે અને તેના દ્વારા ગુજરાતમાં આર્થિક રીતે પછાત મહિલાઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતા વર્ધન દ્વારા સશકિતકરણ માટે પહેલ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ જામનગરના સામણા અને સુરેન્દ્રનગરના મહિદાદમાં સીએલપી ઈન્ડીયાના વિન્ડ પાવર પ્રોજેકટની આસપાસના ૧૮ ગામડામાં અમલી બનાવવામાં આવશે. જ્યાં મહિલાઓને સ્થાનિક કળા અને કારીગરી, ફુડ પ્રોસેસીંગ અને ગાર્મેન્ટ જેવી બાબતો શીખડાવવામાં આવશે. સાથે સાથે તેમના જીવન ધોરણ સુધારવાની સાથે મહિલાઓના પોષણ અને સ્વાસ્થ્યની બાબત પર ધ્યાન અપાશે.

ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ આ પ્રવૃતિ વિસ્તારાશે. જેમાં આ રાજ્યના ૭૩ ગામોની ૪૦૦૦ મહિલાઓ સાથે સાથે ૧૫૦૦૦ સભ્યોને લાભ થશે.

(10:30 am IST)