Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

આજે વાજપેયીની ખોટ અનુભવાય છેઃ મહેબૂબા મુફ્તી

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, ભાજપના નેતા હોવા છતાંય વાજપેયી કાશ્મીરીઓ સાથે સહાનુભૂતિ રાખતા હતા

શ્રીનગર, તા.પઃ જમ્મુ-કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં કલમ-૧૪૪ લાગુ થયા બાદ અનેક નેતાઓને નજરબંધ કરવાના અહેવાલો આવી રહ્યા છે. કાશ્મીરમાં મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. શ્રીનગરમાં ૫ ઓગસ્ટથી કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે જે બીજા આદેશ સુધી લાગુ રહેશે.

 

બીજી તરફ, જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી એન પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને કહ્યું કે, ભાજપના નેતા હોવા છતાંય અટલ બિહારી વાજપેયી કાશ્મીરીઓ સાથે સહાનુભૂતિ રાખતા. આજે તેમની ખોટને અમે સૌથી વધુ અનુભવી રહ્યા છે.

પીડીપી નેતાએ એક બીજા ટ્વિટમાં લખ્યું છે કે લોકો કાશ્મીરની સ્થિતિની ઉજવણી કરી રહ્યા છે, તેઓ કેન્દ્ર સરકારની એકતરફી કાર્યવાહીના દૂરગામી પરિણામોથી અજાણ છે. આ પહેલા મહબૂબાએ ટ્વિટ કરીને કહ્યું કે, કેવી સ્થિતિ છે કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ જે શાંતિ માટે લડ્યા હતા, દ્યરમાં નજરબંધ છે. દુનિયા જોઈ રહી છે કે જમ્મુ-કાશ્મીરમાં લોકો અને તેમના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. એ કાશ્મીર જેણે એક ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ભારતને પસંદ કર્યુ હતું, અકલ્પનીય ઉત્પીડનનો સામનો કરી રહ્યું છે. જાગો ભારત જાગો.(૨૩.૫)

(10:28 am IST)