Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

મુંબઈમાં એકધારો વરસાદઃ શાળા-કોલેજો બંધ

જનજીવનને અસરઃ રેલ્વે સેવાઓ હજુ અસ્તવ્યસ્ત

મુંબઈ, તા. ૫ :. મુંબઈમાં એકધારો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. રેલ્વે સેવાઓને માઠી અસર થઈ છે. વરસાદને કારણે બદલાપુર-અંબરનાથ અને વસઈ-વિરારની હાઉસીંગ કોલોનીઓમાં રહેતા ૧ લાખથી વધુ લોકોને ઘરોમાં રહેવાની ફરજ પડી છે. પાંચ લોકોના મોત થયા છે.

રાજ્ય સરકારે આજે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢની શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. સેન્ટ્રલ રેલ્વેની થાણે અને માનખુર્દની સેવાઓ પણ ઠપ્પ થઈ ગઈ છે.

બારવી બંધથી છોડવામાં આવતુ પાણી અને મીઠી નદી ખતરાના નિશાનથી ઉપર વહેવાથી સેન્ટ્રલ રેલ્વેની મુશ્કેલી વધી છે. ગઈકાલે પશ્ચિમ રેલ્વેની વસઈ-વિરારની બે ટ્રેક પર સાત કલાક સેવા ઠપ્પ રહી હતી.

હજુ આજે પણ ભારે વરસાદની આગાહી છે.

(10:27 am IST)